Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીનો આપઘાત:કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું, દુષ્કર્મના ગુનામાં ફરાર કેદી ઝડપાયો

    11 hours ago

    રાજકોટમાં લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે તો અન્ય બનાવવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે ઘઉંમાં નાખવાના ટીકળા પી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે દુષ્કર્મના ગુનામાં ફરાર કેદી ઝડપાયો છે. પિતાના આપઘાતથી પુત્ર નોંધારો બન્યો રાજકોટના કુવાડવા રોડ ઉપર નાગલપર ગામે નવીનનગરમાં રહેતા 46 વર્ષીય અમિતગીરી હસમુખગીરી ગોસ્વામીએ આજે 28 ઓક્ટોબરના બપોરે 2:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. કુવાડવા રોડ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અમિતગીરી રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એક વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્ર પોતાની પાસે રાખ્યો હતો. આ દરમિયાન અમિતગીરી અન્ય એક મહિલા સાથે લિવ ઈનમાં રહેતો હતો. જોકે તે મહિલા છેલ્લા ત્રણ મહિનાથી અમિતગીરીને છોડીને ચાલી ગઈ હતી. જેના વિયોગમાં તેને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાથી તેનો પુત્ર નોંધારો બન્યો છે. કેન્સરની બીમારીથી કંટાળી આધેડે આપઘાત કરતા પુત્ર-પુત્રીએ છત્રછાયા ગુમાવી કુવાડવા ગામે રહેતા 52 વર્ષીય જગદીશભાઈ રઘુભાઈ દુધરેજીયા આજે 28 ઓક્ટોબરના સવારે 5.50 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઘઉમાં નાખવાના ટીકડા ખાઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કુવાડવા રોડ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આધેડ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેનાથી કંટાળીને આપઘાતનું અંતિમ પગલું તેમને ભર્યું હતું. જોકે આધેડે આપઘાત કરતા તેમના પુત્ર અને પુત્રી બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી પકડાઈ ગયો મોરબીના હળવદના દુષ્કર્મ કેસમાં 20 વર્ષની સજા ભોગવતો અને પેરોલ પર છૂટીને ફરાર થયેલો કેદી રાજકોટમાંથી ઝડપાયો છે.હળવદ પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સજા પામેલો આદિલ ઉર્ફે કાળો રહીમભાઈ બાવનીયા પેરોલ દરમિયાન ફરાર થઈ ગયો હતો.ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે હુડકો ચોકડી પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. જે બાદ પકડાયેલા કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. રેલનગરમાં ટ્રાવેલ્સના ધંધાર્થી પર જીવલેણ હુમલો શહેરના ઓછા ભાડામાં વાહન ચલાવવાની અદાવતમાં છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટના સામે આવી છે. રેલનગરના મુરલીધર ચોક પાસે વિજયસિંહ મોહનસિંહ વાઘેલા નામના યુવક પર પિન્ટુ ચાવડા અને ઈસ્માઈલ છંદવાણી સહિતના શખ્સોએ હુમલો કર્યો.આરોપીઓએ "અમારી કરતા ઓછા ભાડામાં વાહન કેમ આપે છે" તે બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો અને છરીથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. જોકે પ્રદ્યુમનનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારખાનાની લિફ્ટમાં દબાઈ જતા તરુણનું મોત કોઠારીયા સોલવન્ટ પાસે આવેલા પાવન ઇન્ડસ્ટ્રીઝમાં માલ-સામાનની લિફ્ટ અચાનક નીચે આવી જતાં મચ્છુનગરના 17 વર્ષીય ભુપત લાખાભાઈ રાણગાનું મોત નીપજ્યું હતું. કોઈએ લિફ્ટ નીચે લેવા માટે બટન દબાવતા સગીર તેની નીચે ફસાઈ ગયો હતો.આજીડેમ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાગળોની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને સગીર ત્યાં કામ કરતો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી છે. કુવાડવાના કારખાનામાં શ્રમિકનો આપઘાત કુવાડવાના કારખાનામાં 20 વર્ષીય શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.કુવાડવા ગામના સ્કાઈવિંગ કારખાનાની ઓરડીમાં રહેતા 20 વર્ષીય પ્રદીપકુમાર અશોકકુમાર કુલેશે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. જે અંગે સાથી કર્મચારીઓની જાણ બાદ 108ની ટીમ પહોંચી હતી. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. કુવાડવા રોડ પોલીસે અકુદરતી મોત અંગે નોંધી આપઘાતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વાડીના કૂવામાં ડૂબી જવાથી શ્રમિકનું મોત રાજકોટ તાલુકાના ગઢકા ગામે વાડીના કૂવામાં પાણી ભરવા ગયેલા ખેત મજૂરનું ડૂબી જવાથી મોત થયું છે.ગઢકા ગામે અશોકભાઈ કલોલાની વાડીમાં મજૂરી કરતા મુકેશભાઈ છનાભાઈ નાયકા (ઉ.વ. 35) રાત્રે કૂવામાં પાણી ભરવા ગયા ત્યારે અકસ્માતે કૂવામાં પડી ગયા હતા. પરિવારજનો અને ગ્રામજનોએ જાણ કરતા બેડીપરા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજીડેમ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર-ખંભાળિયા હાઈવે પર 15 જેટલાં ગેરકાયદે બાંધકામો દૂર કરાયાં:ગોરધનપરના પાટિયાથી લાખાબાવળ સુધી સરકારી જમીન પર ડિમોલિશનની કાર્યવાહી
    Next Article
    રાજકોટમાં દિવાળી કાર્નિવલ યોજાશે:લોકોમાં દિપોત્સવ પર્વને લઈ ભારે ઉત્સાહ હોય મનપા તેમાં સહભાગી બનશે, કાર્યક્રમની રૂપરેખા આવતીકાલ સુધીમાં જાહેર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment