Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દિવાળી કાર્નિવલ યોજાશે:લોકોમાં દિપોત્સવ પર્વને લઈ ભારે ઉત્સાહ હોય મનપા તેમાં સહભાગી બનશે, કાર્યક્રમની રૂપરેખા આવતીકાલ સુધીમાં જાહેર કરાશે

    17 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી દિપોત્સવ પર્વ નિમિત્તે શહેરમાં ભવ્ય દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને શહેરમાં દિવાળી કાર્નિવલ રદ થવા અંગેની અફવાઓ જોરશોરથી ફેલાઈ રહી હતી, જેને લઈ આજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ તમામ અફવાઓ પાયાવિહોણી છે અને રાજકોટમાં દિવાળી કાર્નિવલ ચોક્કસપણે યોજાશે. શહેરવાસીઓ તહેવારનો ભરપૂર આનંદ અને કિલ્લોલ માણી શકશે મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે દિવાળી એ રાજકોટમાં રંગેચંગે મનાવતો સૌથી મોટો તહેવાર છે અને શહેરના નાગરિકો આ પર્વને ખૂબ જ ઉત્સાહ તથા ઉમંગ સાથે ઉજવે છે. નાના વેપારીઓ માટે દિવાળીનો આ તહેવાર આખા વર્ષની આવકનું મોટું સાધન બનતો હોય છે. આથી રાજકોટ મ્યુ. કોર્પોરેશન પણ શહેરવાસીઓ આ તહેવારનો ભરપૂર આનંદ અને કિલ્લોલ માણી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી કાર્નિવલનું ઉત્સાહભેર આયોજન કરવા માટે કટિબદ્ધ છે. લાઈટિંગના વપરાશ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે કાર્નિવલના આયોજન અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ વખતનાં આયોજનમાં વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારનો ખોટો કે વ્યર્થ ખર્ચ ન થાય. આ ઉપરાંત લાઈટિંગના વપરાશ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેથી વીજળીની બચત થઈ શકે અને સરકારી પૈસાનો યોગ્ય ઉપયોગ થાય. મનપાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઉત્તમ મનોરંજન પૂરું પાડવાની સાથે આયોજનને વધુ સુવ્યવસ્થિત અને શાનદાર બનાવવાનો છે. આજે સાંજે આ સમગ્ર આયોજનને આખરી સ્વરૂપ આપવા માટે મહત્વપૂર્ણ ફાઇનલ મીટિંગ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કાર્યક્રમની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. આ મીટિંગ પૂર્ણ થયા બાદ આવતીકાલ સુધીમાં રાજકોટવાસીઓ સમક્ષ દિવાળી કાર્નિવલની સંપૂર્ણ રૂપરેખા અને વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. નાગરિકો માટે આ તહેવાર વધુ યાદગાર બની રહે તે માટે આ વર્ષના કાર્નિવલમાં ઘણું બધું નવું અને આકર્ષક કરવાનો પણ વિશેષ વિચાર ચાલી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીનો આપઘાત:કેન્સરની બીમારીથી કંટાળી આધેડે જીવન ટૂંકાવ્યું, દુષ્કર્મના ગુનામાં ફરાર કેદી ઝડપાયો
    Next Article
    એસ.ટી. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો:દિવાળી પર્વમાં એસટી વિભાગની આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ, દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવતા કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરને ઘરભેગો કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment