Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશોત્સવમાં મોદકની ધૂમ:પરંપરાગતથી ફ્યુઝન ફ્લેવર સુધી 15થી વધુ વેરાયટીની માંગ

    7 hours ago

    ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર વિઘ્નહર્તા ગણપતિ બાપાને ભોગ ધરાવવા માટે અમદાવાદના બજારોમાં મોદકની ખરીદી માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી રહી છે. આ વર્ષે પરંપરાગત સ્વાદની સાથે-સાથે મીઠાઈના વેપારીઓએ ફ્યુઝન અને પ્રીમિયમ ફ્લેવર્સના મોદક પણ બજારમાં ઉતાર્યા છે, જેને ગ્રાહકો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. પરંપરાગત અને નવી વેરાયટી ચોખાના લોટ, નાળિયેર અને ગોળના પૂરણમાંથી બનતા ઉકડીચે મોદક અને તળેલા મોદકની માંગ યથાવત્ છે. બદલાતી ગ્રાહક પસંદગી મુજબ બિસ્કોફ મોદક, બાઉન્ટી (ચોકલેટ-કોકોનટ) મોદક અને અંજીર-ડ્રાયફ્રૂટ મોદક જેવી 15થી વધુ નવી ફ્લેવર્સ આકર્ષણનું કેન્દ્ર બની છે. જંબો મોદક અને વિશેષ ઓર્ડર ગણેશ પંડાલો અને શ્રદ્ધાળુઓ માટે 1 કિલો, 2 કિલો, 5 કિલોથી લઈને 10 કિલો સુધીના વિશાળ કદના મોદક એડવાન્સ ઓર્ડર પર તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગિફ્ટિંગ માટે ખાસ આકર્ષક પેકિંગ પણ ઉપલબ્ધ છે. બજારમાં મોદકની વિવિધ વેરાયટીઓ ₹400 થી ₹600 પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતા પર પતિ સહિત સાસરિયાએ શારિરીક ત્રાસ ગુજાર્યો:બીજી પત્ની લાવવાનું કહી પિયરમાં મૂકી આવ્યો, છૂટાછેડા માટે દબાણ કર્યું
    Next Article
    ગુજરાત યુનિ.માં કોસ્ટલ ઈકોલોજી અને સિક્યુરિટી પર નેશનલ કોન્ફરન્સ:160 સંશોધન પત્રો રજૂ થયા, મુખ્યમંત્રીએ 139 દુર્લભ પુસ્તકોના સંગ્રહનું લોન્ચિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment