Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવામાં વરસાદનો વિરામ!, આજે 12 તાલુકામાં સામાન્ય વરસાદ:આજે સુરત-તાપી સહિત 4 જિલ્લામાં યલો એલર્ટ, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    1 day ago

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં પોણા ત્રણ ઈંચ અને દાહોદના લીમખેડામાં 2 ઇંચ પડ્યો છે. તો 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદનું જોર ઘટતા સવારથી માત્ર 12 જેટલા તાલુકામાં 1 મિમીથી લઇને અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હાલમાં રાજ્ય પર એકસાથે પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની સંભાવના રહેલી છે, જેમાં આજે ચાર જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ વરસાદ વચ્ચે બે મહિલાના મોત થયા છે. અમદાવાદમાં મોડીરાતે મકાન ધરાશાયી થતાં દબાઈનેં વૃદ્ધાનું, જ્યારે ગતરોદ પંચમહાલમાં વીજળી પડતાં ત્રણ મહિલામાંથી એકનું મોત થયું છે. નાદરવા ગામે ખેતરમાં વીજળી પડતાં વૃદ્ધાનું મોત, બે ગંભીર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામે 27 જુલાઈના બપોરે ડાંગરની રોપણી કરતી વખતે અચાનક વીજળી પડતાં એક જ પરિવારની ત્રણ મહિલા તેની લપેટમાં આવી ગઈ હતી. આ હોનારતમાં 65 વર્ષીય સંતોકબેન બામણીયાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એક જ પરિવારની મહિલાઓ સાથે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર નાદરવા ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. 27 જુલાઈના વરસાદની પળેપળની અપડેટ દરિયાપુરના ડગરવાડમાં જર્જરીત મકાન ધરાશાયી, વૃદ્ધાનું મોત અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ ડગરવાડના મન્સૂરી મોહલ્લામાં 27 જુલાઈની મોડીરાત્રે ભારે વરસાદના કારણે એક જર્જરીત મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાટમાળ નીચે દબાયેલા બે લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પીપળી- વટામણ હાઇવે બંધ, સુરતસ જતાં વાહનો માટે ડાઈવર્ઝન અમદાવાદ જિલ્લાના પીપળી- વટામણ હાઇવે પર પીપળી ગામ નજીક વરસાદી નાળું તૂટી ગયું હોવાથી હાઈવે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે ધોલેરા એક્સપ્રેસવે અને ધંધુકા હાઇવેનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત તરફ જતા અને વટામણથી પીપળી આવતા વાહનચાલકોએ ધોલેરા એક્સપ્રેસવેનો ઉપયોગ કરવા તેમજ વટામણથી ધંધુકા જતા વાહનચાલકોએ ધોલેરા થઈને ધંધુકા તરફ જવાનું રહેશે. 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાબી, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગના ડાયરેક્ટ ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 30 અને 31 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં કુલ 5 સિસ્ટમ સક્રિય છે, જેમાં અપર એર સક્યુલેશન, બે મોન્સૂન ટ્રફ, સાયકોલનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન એમ કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. આજે અને આવતીકાલે (28-29 જુલાઈ) સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ પર અસર 1. અપર એર સરક્યુલેશન 2. મોન્સૂન ટ્રફ 3. સાયક્લોનિક સરક્યુલેશન 4. ડીપ ડિપ્રેશન
    Click here to Read More
    Previous Article
    EWSની આવક મર્યાદા 6 લાખથી વધારી 10 લાખ કરવાની ચર્ચા:કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો પ્રાથમિક અંદાજ ઝડપી મેળવવા આદેશ
    Next Article
    ચાલુ ટ્રેનમાં લેડીઝ પર્સમાંથી ચોરી:ગોવાથી ફાલના જતી શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં ગઠીયાએ 15 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી, વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment