Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    EWSની આવક મર્યાદા 6 લાખથી વધારી 10 લાખ કરવાની ચર્ચા:કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો પ્રાથમિક અંદાજ ઝડપી મેળવવા આદેશ

    1 day ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત, હંગામી સ્થળાંતરના કિસ્સામાં અસરગ્રસ્તોને ચૂકવણી સહિતની બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં અસરગ્રસ્તોને રૂ. 38 કરોડની સહાય ચૂકવાઈ હોવાનું સામે આવ્યું છે. બેઠક દરમિયાન આ ઉપરાંત રાજ્યના અન્ય નીતિવિષયક મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. EWSની આવક મર્યાદા 6 લાખથી વધારી 10 લાખ કરવાની ચર્ચા આર્થિક પછાત વર્ગ (EWS) માટેની આવક મર્યાદામાં વધારો કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, EWS માટે હાલ લાગુ રહેલી ₹6 લાખની આવક મર્યાદા વધારીને ₹10 લાખ કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. જો આ નિર્ણય લેવાશે તો EWS કેટેગરીમાં આવતા વધુ પરિવારોને સરકારી યોજનાઓ અને અનામતનો લાભ મળી શકે છે. જોકે, આ અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત બાદ જ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં કાર અકસ્માત, પરિવારના 5 લોકોના મોત:મૃતકોમાં પિતા, પુત્ર-વહુ, પૌત્ર અને ભત્રીજીનો સમાવેશ; PGIથી પરત ફરતી વખતે બનીખેતમાં અકસ્માત
    Next Article
    અમદાવામાં વરસાદનો વિરામ!, આજે 12 તાલુકામાં સામાન્ય વરસાદ:આજે સુરત-તાપી સહિત 4 જિલ્લામાં યલો એલર્ટ, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment