Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પી. એમ. મોદીની ગુજરાતની મુલાકાતમાં ભાવનગરમાં કાર્યકમો:પ્રભારી મંત્રીએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા આપી સૂચના

    20 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં આગામી તા.30 અને 31 ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમોની તૈયારીઓની જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. તમામ વિભાગો વચ્ચે સંકલન અને મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા સૂચના આ બેઠકમાં મંત્રીએ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા, તમામ જરૂરી વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બંને કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ખેડૂતોનું સન્માન, સાંસ્કૃતિક આયોજનો અને પીએમના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી., આ કાર્યક્રમો અંતર્ગત લાભાર્થી ખેડૂતો તથા સામાજિક અગ્રણીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. ડીસા-ભીલડી ખાતેથી કિસાન નિધિનો 24મો હપ્તો ચૂકવાશે અત્રે ઉલ્લેખનીય છે કે, તા.30 ઓક્ટોબરના રોજ ડીસા-ભીલડી ખાતે યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે તા.31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે. ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ઉપસ્થિતિ આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પ્રાદેશિક કમિશનર સુનિલ, અગ્રણીઓ કુમાર શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ એલસીબીએ ધાર ગેંગના સાગરીતને ઝડપ્યો:સંજાણમાં લૂંટ-ચોરીનો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો; વૃદ્ધાના ગળા પર છરી મૂકી લૂંટ કરી હતી
    Next Article
    "માત્ર પરિક્રમા કે શિવરાત્રી આવે ત્યારે તંત્રને સુવિધા યાદ આવે:80 વર્ષ વીત્યા જવા છતાં પણ પરિક્રમા રૂટ પર લાઈટ, રોડ, પાણી જેવી પાયાની પ્રાથમિક સુવિધા આપવા તંત્ર નિષ્ફળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment