Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ એલસીબીએ ધાર ગેંગના સાગરીતને ઝડપ્યો:સંજાણમાં લૂંટ-ચોરીનો આરોપી મધ્યપ્રદેશથી પકડાયો; વૃદ્ધાના ગળા પર છરી મૂકી લૂંટ કરી હતી

    1 day ago

    વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં લૂંટ અને ઘરફોડ ચોરીના ગુના આચરનાર કુખ્યાત 'ધાર ગેંગ'ના એક મુખ્ય સાગરીતને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી ઉમરગામ, બારડોલી અને મહારાષ્ટ્રના વણશોધાયેલા કુલ 5 જેટલા ગંભીર ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. આ કામગીરીથી સમગ્ર વિસ્તારમાં તસ્કરોમાં ભારે ફાટકો પડી ગયો છે. બારીની ગ્રીલ કાપી ચલાવી હતી લૂંટ ગત 26 માર્ચ 2026 ના રોજ રાત્રિના સમયે સંજાણ સ્થિત મઝદા રાઇઝ એપાર્ટમેન્ટ પાસે આવેલા એક મકાનની બારીની લોખંડની ગ્રીલ કાપીને ત્રણ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. સશસ્ત્ર તસ્કરોએ ઘરમાં સૂતેલી વૃદ્ધ મહિલાને ગળાના ભાગે છરી બતાવી ભય ઊભો કર્યો હતો. ત્યારબાદ કબાટમાંથી રોકડ રકમ, એટીએમ કાર્ડ, બેંક લોકરની ચાવી, આઈફોન અને સોનાની નથણી મળીને કુલ ₹1,01,600 ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. 400 કિમીના સીસીટીવી કેમેરા ચકાસ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે વલસાડથી મધ્યપ્રદેશ બોર્ડર સુધીના 400 કિલોમીટરથી વધુના રૂટના કેમેરા ચેક કર્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ સંજાણથી મોટરસાયકલ ચોરી કરીને નાસી છૂટ્યા હતા અને આ ગુનો મધ્યપ્રદેશની કુખ્યાત ધાર ગેંગ દ્વારા આચરવામાં આવ્યો હતો. અન્ય 5 ગુનાઓની કરી કબૂલાત પોલીસે આલીરાજપુર જેલમાં બંધ મુખ્ય આરોપી સુમજી મોહનીયાનો કબ્જો મેળવી સત્તાવાર અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન તેણે સંજાણમાં લૂંટ ઉપરાંત બારડોલી અને મહારાષ્ટ્રના વાડા વિસ્તારમાંથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ ગેંગ દિવસના સમયે રેકી કરતી અને રાત્રે બાઈક ચોરી કરીને મકાનોની ગ્રીલ કાપી લૂંટ ચલાવતી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રથમવાર બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે:ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ ભાવનગરની ઓળખને નવી ઊંચાઈએ લઈ જશે - કેન્દ્રીય રાજ્યમંત્રી
    Next Article
    પી. એમ. મોદીની ગુજરાતની મુલાકાતમાં ભાવનગરમાં કાર્યકમો:પ્રભારી મંત્રીએ ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા આપી સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment