Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના-વેરાવળમાં 'એક દિવાળી માનવતાની' દ્વારા નિશુલ્ક કપડાં વિતરણ:જરૂરિયાતમંદોને ખુશી આપવા ચકલીના માળા-ફીડર, ટ્રાફિક નિયમ અને સફાઈ જાગૃતિ અભિયાન

    23 hours ago

    ઉના અને વેરાવળમાં છેલ્લા 11 વર્ષથી 'એક દિવાળી માનવતાની' પ્લેટફોર્મ જરૂરિયાતમંદોને દિવાળીની ખુશી આપવા માટે કાર્યરત છે. વેરાવળના ટાવર ચોક ખાતે આ ઉજવણી ત્રણ વર્ષથી થઈ રહી છે.આ ગ્રુપ દાતાઓ પાસેથી સારા કપડાં, ચપ્પલ જેવી વસ્તુઓ સ્વીકારી નિશુલ્ક વિતરણ કરે છે. આ અભિયાનથી લગભગ 10,000 લોકો લાભ લે છે. ગ્રુપના સભ્યો જ આનો ખર્ચ ઉઠાવે છે. આ વખતે મુંબઈ અને વેરાવળના દાતાઓએ નવા કપડાં, સાડીઓ અને ચપ્પલ મોકલ્યા છે, જે વેરાવળના જરૂરિયાતમંદોને વહેંચવામાં આવશે. આ સાથે ચકલીના માળા-ફીડર રાહત દરે આપવા, ટ્રાફિક નિયમોનું પાલન અને સફાઈ જાગૃતિ અભિયાન પણ ચલાવાય છે. વેરાવળના ટાવર ચોક ખાતે શુભારંભ સમયે સીટી પીઆઈ જે.એન. ગઢવી, જિલ્લા માહિતી નિયામક સુનિલભાઈ પટેલ,આશિષભાઈ અપારનથી, સરમણભાઈ, સાજીદભાઈ સહિતના વેરાવળના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક દિવાળી માનવતા ગ્રુપના કમલેશભાઈ ચંદાણી, રાજેન્દ્રભાઈ દરબાર ,જીગ્નેશ દેસાઈ, હર્ષદભાઈ મૈયા ઉના તેમજ વેરાવળથી ગૌરવભાઈ ગોસ્વામી, કુલવીર સાધુ, કિસનભાઈ વાજા, કલ્પેશભાઇ દેવાડીયા, રમેશભાઈ ગઢિયા, ચિરાગભાઈ ગોસ્વામી, વિશાલભાઈ ગોસ્વામી, અનિશભાઈ રાચ્છ, મહેન્દ્રભાઈ ટાંક, નવનીતભાઈ ફોફંડી, અક્ષયભાઈ સિધ્ધપુરા સહિતના સેવાભાવિઓ જોડાયા હતા
    Click here to Read More
    Previous Article
    બહુચરાજી મંદિરના કોથળામાં ભરેલા દાનની 21 સેવકો દ્વારા ગણતરી:એક મશીન મૂકી 6 મહિનાથી સ્ટોરરૂમમાં ભેગી થયેલી રોકડની 10 દિવસ ગણતરી કરાશે
    Next Article
    જામનગર આઈ.ટી.આઈ.માં પાયાની સુવિધાઓના અભાવ:એબીવીપી દ્વારા 3 દિવસનું અલ્ટિમેટમ અપાયું; નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment