Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મંદિરના કોથળામાં ભરેલા દાનની 21 સેવકો દ્વારા ગણતરી:એક મશીન મૂકી 6 મહિનાથી સ્ટોરરૂમમાં ભેગી થયેલી રોકડની 10 દિવસ ગણતરી કરાશે

    23 hours ago

    પ્રસિદ્ધ તીર્થધામ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરમાં 6 મહિનાથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનપેટીની રકમની ગણતરી આજથી શરૂ કરાઈ છે. અંબાજી મંદિરમાં દાનપેટીની ગણતરીમાં જે પ્રમાણે અનિયમિતતા સામે આવી હતી, તે ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા અત્યંત પારદર્શક અને ફૂલપ્રૂફ બનાવાઈ છે. 21 લોકો દ્વારા આગામી 6 નવેમ્બર સુધીમાં ગણતરીની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે. મંદિરના નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે ભાસ્કરને જણાવ્યું કે અઢી વર્ષથી ગણતરી કરવામાં આવી નથી એ વાત ખોટી છે. છ માસથી દાનની ગણતરી કરી નથી. દાન કેટલા સમયે ગણાય તેનો કોઈ નિયમ નથી. આ રોકડની એક મશીન દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.જરૂર જણાય તો બેન્કમાંથી વધુ મશીન મંગાવવામાં આવશે. ગણતરી માટે મંદિરના 21 સેવકો,એક નાયબ કલેક્ટર, એક મામલતદાર,બે નાયબ મામલતદાર, 3 રેવન્યુ તલાટી, ત્રણ બેંક અધિકારી સહિત કુલ 31 લોકો ગણતરીના કામે લાગ્યા છે. કોઈપણ પ્રકારની ગરબડ અટકાવવા માટે નિયુક્ત મહેસૂલી અધિકારીઓની ફરજમાં રોજેરોજ ફેરફાર કરાશે. વેપારીઓની માંગ અને MLAની રજૂઆત બાદ નિર્ણય લેવાયો છેલ્લા ઘણા સમયથી બહુચરાજીના વેપારીઓ પરચૂરણની ભારે અછતનો સામનો કરી રહ્યા હતા. બીજી તરફ, મંદિરમાં દાનપેટીની રકમની લાંબા સમયથી ગણતરી ન થવાને કારણે ચલણી નોટો પલળી ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોરે સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો. દિવાળી પહેલાં બજારમાં પરચૂરણ ઉપલબ્ધ કરાવવા માટે વેપારીઓએ પણ ઉગ્ર માંગ કરી હતી. આ સમગ્ર માંગને ધ્યાને લઈને અધિક કલેક્ટર મયંક પટેલે નવનિયુક્ત કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીનું ધ્યાન દોરતા દાનપેટીની રકમની ગણતરી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. CCTV કેમેરાનું લાઈવ પ્રસારણ અને સતત મોનિટરિંગ ગણતરી શરૂ કરતા પહેલાં આજે સવારે 8:30 વાગ્યે ભંડાર કક્ષમાં CCTV કાર્યરત હોવાની ચકાસણી કરી પ્રમાણપત્ર અપાયું હતું. ત્યારબાદ રૂમ ખોલાયો હતો. ગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કેમેરા સતત ચાલુ રાખવા અને તેનું રેકોર્ડિંગ કાયમી ધોરણે સાચવી રાખવા આદેશ અપાયો છે. આ CCTV કેમેરાના લાઈવ પ્રસારણનું મામલતદાર સતત મોનિટરિંગ કરશે. ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર એ.કે. ઠક્કર અને નાયબ વહીવટદાર સુરેશ ઠાકોરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં એટલે કે આગામી 10 દિવસમાં ગણતરી પૂર્ણ નહીં થાય, તો દિવાળીના તહેવારો બાદ બાકી રહેલી કામગીરી ફરીથી હાથ ધરાશે. ભંડારની રોકડ અને પરચૂરણની આ ગણતરી સંપૂર્ણ સુરક્ષા, શિસ્ત અને યાત્રિકોની આસ્થા જળવાઈ રહે તે પ્રકારે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. દાનપેટીની ગણતરી દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અત્યંત કડક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    સોનું આજે 869 રૂપિયા મોંઘું થઈને ₹1.42 લાખ પહોંચ્યું:ચાંદી 1,501 રૂપિયા વધીને 1.94 લાખે પહોંચી; તમારા શહેરના ભાવ જાણો
    Next Article
    ઉના-વેરાવળમાં 'એક દિવાળી માનવતાની' દ્વારા નિશુલ્ક કપડાં વિતરણ:જરૂરિયાતમંદોને ખુશી આપવા ચકલીના માળા-ફીડર, ટ્રાફિક નિયમ અને સફાઈ જાગૃતિ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment