Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દિવાળી પહેલાં કેબિનેટ બોલાવી મહારાષ્ટ્ર જેમ દેવા માફ કરો':આંબલિયાએ કહ્યું-સરકારે ગુજરાતના ખેડૂતોની મજાક કરી, ઉદ્યોગોને પાણી મળે તો ખેડૂતોને કેમ નહીં?: ઈસુદાન

    10 hours ago

    મહારાષ્ટ્ર સરકાર દ્વારા દુષ્કાળ જાહેર કર્યા બાદ ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ દુષ્કાળ અને કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોની આર્થિક સ્થિતિને ટેકો આપવા માટે દરેક ખેડૂતને 5,000 રૂપિયા સહાય આપવાનું પણ નક્કી કર્યું છે. જો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોનું દેવુ માફ કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહિ? ગુજરાત સરકારે 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેક્ટર દીઠ 8,500 રૂપિયાની સહાય જાહેર કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા દિવાળી પહેલા કેબિનેટ બોલાવી નિર્ણય કરવા માગ કરી છે. મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકતી હોય તો ગુજરાત સરકારે પણ ફેર વિચારણા કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાનો નિર્ણય દિવાળી પહેલા લેવા સરકારને વિનંતી કરી છે. જો દિવાળી પહેલા નિર્ણય નહીં લેવામાં આવે તો દુષ્કાળગ્રસ્ત ખેડૂતોને ભેગા કરી ઉગ્ર આંદોલન કરવાની કિસાન કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. ‘મહારાષ્ટ્ર સરકારે ત્રણ-ચાર વર્ષ પહેલા પણ દેવા માફ કર્યા હતા’ કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, અત્યારે જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે દિવાળીની ભેટ આપતા હોય તે પ્રમાણે ત્યાંના ખેડૂતોને 5 હજાર રૂપિયા રોકડા સીધા તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પુણ્યશ્લોક અહલ્યાદેવી હોડકર શેતકરી કર્જમુક્તિ યોજના અંતર્ગત 4 લાખ 15 હજાર ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ કર્યા છે. તેમજ આ ચોથી યાદી છે, જેથી અગાઉ ત્રણ યાદી પૂર્ણ થઈ ગઈ છે. 40થી 45 લાખ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે. આંદોલનની ચીમકી આપી દિવાળી પહેલા કેબિનેટ બોલાવવાની માંગ સાથે પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતની સરકારને વિનંતી છે કે 35 વર્ષથી ભાજપ શાસિત ગુજરાત સરકાર ખેડૂતોનું દેવ માફ કરવાની વિચારણા કેમ કરતી નથી ? સરકારે એક બાજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે છે. જ્યારે બીજી બાજુ એક્ટર દીઠ 8500 રૂપિયાની જાહેરાત કરી ખેડૂતોની મજાક ઉડાવવામાં આવે છે. જેથી સરકારને વિનંતી કરીએ છીએ કે દિવાળી સુધીમાં ફરી કેબિનેટ બોલાવવામાં આવે અને ખેડૂતોના ત્રણ લાખ સુધીના પાક ધિરાણ છે તેને સંપૂર્ણ માફ કરવાનો નિર્ણય કરવામાં આવે. નહિતર દિવાળી પછી તરત જ 12 નવેમ્બરના રોજ જે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના ખેડૂતોને સાથે લઈ જમીન માપણી કરી સરકાર સામે લડાઈનો મોરચો માંડીશું. જ્યાં સુધી ખેડૂતોનું પાક ધિરાણ માફ નહીં થાય તેમજ માર્કેટ ભાવના ચાર ગણું વળતર વીજ લાઈનમાં નિર્ણય ના આવે અને જ્યાં સુધી જમીનમાં પણ રદ ન થાય ત્યાં સુધી સરકાર સામે અમે લઇશું. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પર ખેડૂતોને જાહેર કરવામાં આવેલી સહાય અપૂરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને હેક્ટરદીઠ માત્ર 8,500ની સહાય આપીને ખેડૂતોની મજાક કરી છે. ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતદીઠ 1 લાખની સહાય આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. તેમણે પંજાબ સરકારનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, પંજાબ સરકારે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટરદીઠ 50,000ની સહાય આપી હતી, જ્યારે ગુજરાતમાં ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવી નથી. ઈશુદાન ગઢવીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં માત્ર ચાર જિલ્લાઓ અને 108 તાલુકાઓને જ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને પણ સહાય મળવી જોઈએ. ખેડૂતોને ₹50,000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો દાવો કરતાં તેમણે રાજ્ય સરકાર સમક્ષ ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોની બાકી રકમ અને પૂરતા વળતર અંગે સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ ખેડૂતોનાં દેવા માફ કરવા અને નુકસાનને ધ્યાનમાં રાખીને પૂરતું વળતર ચૂકવવાની માંગ કરી હતી. AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખેડૂતોના હક અને અધિકારો માટે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તેમણે ખેડૂતોને સંગઠિત થઈ પોતાના અધિકારો માટે લડવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, આગામી ચૂંટણીમાં ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપતી સરકાર બનાવવા માટે પણ તેમણે ખેડૂતોને અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં એસટી બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો:દિવાળી પર્વમાં એસટી વિભાગની આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ, દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવતા કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરને ઘરભેગો કરાયો
    Next Article
    પ્રથમવાર બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે:ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ ભાવનગરની ઓળખને નવી ઊંચાઈએ લઈ જશે - કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment