Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રથમવાર બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે:ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શો’ ભાવનગરની ઓળખને નવી ઊંચાઈએ લઈ જશે - કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા

    11 hours ago

    9 હોક એમકે-132 વિમાનો દ્વારા 30 થી 40 મિનિટ સુધી રોમાંચક હવાઈ કરતબોનું પ્રદર્શન કરાશે ભાવનગરવાસીઓ માટે ગૌરવ અને રોમાંચની અનોખી ક્ષણ સમાન ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ એર શો’ આગામી તા.1 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે બોરતળાવ ખાતે યોજાશે.ભાવનગરમાં પ્રથમવાર યોજાનારા આ વિશિષ્ટ આયોજન અંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એર શોની વિશેષતાઓ અને નાગરિકોની સહભાગિતા અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સશસ્ત્ર સેના આધુનિકતા અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું આ પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતાને નજીકથી નિહાળવાની તક પૂરી પાડશે. સાથે જ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવી તેમને સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશસેવા કરવા પ્રેરિત કરશે. ભાવનગરમાં આ ભવ્ય આયોજન માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 હોક એમકે-132 જેટ ટ્રેનર વિમાનો આશરે 30 થી 40 મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાન અને ત્રિરંગાના રંગોની આકર્ષક રચનાઓ રજૂ કરશે. મંત્રીએ ભાવનગરના નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અને રોમાંચક પ્રદર્શનના સાક્ષી બનવા આહવાન કર્યું હતું. તેમણે એર શો દરમિયાન બાળકો અને વડીલોની સુરક્ષાનું ધ્યાન રાખવા,ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા તથા જાહેર સ્થળની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમને નાગરિકોના સહકારથી સફળ અને યાદગાર બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કમિશનર ડૉ. એન. કે. મીનાએ એર શો સંદર્ભે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે, જ્યારે પોલીસ અધિક્ષક નિતેષ પાંડેયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, અગ્રણી કુમારભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'દિવાળી પહેલાં કેબિનેટ બોલાવી મહારાષ્ટ્ર જેમ દેવા માફ કરો':આંબલિયાએ કહ્યું-સરકારે ગુજરાતના ખેડૂતોની મજાક કરી, ઉદ્યોગોને પાણી મળે તો ખેડૂતોને કેમ નહીં?: ઈસુદાન
    Next Article
    Harsh Sanghavi On Rahul Gandhi | "રાહુલ ગાંધીથી પાર્ટી નથી ચાલતી દેશ કઈ રીતે ચાલશે?" | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment