Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં એસટી બસનો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો:દિવાળી પર્વમાં એસટી વિભાગની આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ, દારૂ પીધેલી હાલતમાં ફરજ પર આવતા કોન્ટ્રાક્ટ પરના ડ્રાઇવરને ઘરભેગો કરાયો

    9 hours ago

    રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં 30 ડ્રાઇવર કંડક્ટરના ટેસ્ટ દરમિયાન એક ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા તેને તાત્કાલિક અસરથી છુટ્ટો કરી દેવામાં આવ્યો હતો. રાજકોટથી ભાવનગર જતી એસી લક્ઝરી બસનો ડ્રાઇવર બસ ઉપાડે તે પહેલા જ તેને નશાની હાલતમાં પકડી પાડી મુસાફરોની સુરક્ષા સુરક્ષિત કરવામાં આવી હતી. જે મામલે એસટી બસમાં મુસાફરી કરતી યુવતીએ કહ્યું કે આ પ્રકારની રેગ્યુલર ચાલુ રહેવી જોઈએ જેથી મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે. જોકે ખાનગી બસમાં આ પ્રકારનું કોઈ ચેકિંગ ન થતું હોવાથી સુરક્ષા સામે સવાલો ઊભા થતા હોવાનું પણ સામે આવ્યું હતું. રાજકોટ એસટી વિભાગના વોલ્વોના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજકોટમાં મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરવાના હેતુથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ બસ સ્ટેશન ખાતે ડ્રાઇવરો અને કંડક્ટરો માટે આલ્કોહોલ ટેસ્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, એસી (AC) બસના ડ્રાઇવર યુવરાજસિંહ ગોહિલ પોતાની ફરજ પર જોડાતા પહેલા જ આલ્કોહોલ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. આ બાબત સામે આવતા જ તેમને પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તાત્કાલિક અસરથી તેમને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. એસ.ટી. નિગમના જણાવ્યા અનુસાર, મુસાફરોનો એસ.ટી. નિગમ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે અને લોકોની મુસાફરી સુરક્ષિત રહે તે માટે આ પ્રકારની ડ્રાઇવ સતત દરેક બસ સ્ટેશન અને ડેપો પર ચાલુ જ રહે છે. હાલ ટ્રાફિકની સિઝન હોવાથી મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરી પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે. જ્યારે મુસાફર ત્રિશાએ જણાવ્યું હતું કે, GSRTC બસમાં રાજકોટથી અમદાવાદ રેગ્યુલર પ્રવાસ કરું છું. આ બસમાં ખૂબ જ સુરક્ષાનો અનુભવ થાય છે. ડ્રાઈવરોનું આલ્કોહોલ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે, અને બસનું ટ્રેકિંગ પણ થાય છે. મહિલાઓ અને બાળકો માટે આ બસ ખૂબ જ સુરક્ષિત છે. જ્યારે ખાનગી બસોમાં આ પ્રકારનું કોઈ ચેકિંગ ન થતું હોવાથી તેમાં અસુરક્ષિત અનુભવાય છે. આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રહે તે માટે તેમણે સરકારનો આભાર માન્યો છે અને આ વ્યવસ્થા એવી જ રીતે ચાલુ રહે તેવી નમ્ર વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત:હાઇકોર્ટે આપેલા જામીન રદ કરાવવા મનીષ ખૂંટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે નકારી
    Next Article
    'દિવાળી પહેલાં કેબિનેટ બોલાવી મહારાષ્ટ્ર જેમ દેવા માફ કરો':આંબલિયાએ કહ્યું-સરકારે ગુજરાતના ખેડૂતોની મજાક કરી, ઉદ્યોગોને પાણી મળે તો ખેડૂતોને કેમ નહીં?: ઈસુદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment