Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ:વાડી માલિકના પુત્રની ધરપકડ, પોક્સો હેઠળ ગુનો નોંધાયો; રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો

    4 days ago

    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ થયો છે. આ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામજોધપુર પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, વાડીમાં મજૂરી કરતા પરિવારની ૧૩ વર્ષની સગીરા સાથે વાડી માલિકના પુત્ર નિલેશ ભીખુભાઇએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી નિલેશને ઝડપી પાડ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો છે. ભોગ બનનાર સગીરાને તબીબી તપાસ માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામજોધપુરના પીઆઇ એન.એમ. શેખ આ મામલાની વધુ તપાસ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અભિનવ સિંહે 3,000 કિલોમીટરની સોલો સાયકલ યાત્રા પૂરી કરી:વડીલોની સંભાળ માટે જાગૃતિનો સંદેશ આપતા સુરત પહોંચ્યા, સન્માન કરાયું
    Next Article
    નવસારી જિલ્લામાં શીંગોડાની ખેતી પર સંકટ, 70% ઉત્પાદન ઘટ્યું:થાઇરોઇડ-કેન્સર સામે રક્ષણ આપતું સુપરફૂડ દુર્લભ બન્યું, ખેડૂતો અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા, સહાયની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment