Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3000 થી વધુ વિદ્યાર્થીઓએ યોગ દિવસ ઉજવ્યો:સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર કેમ્પસમાં ઉજવણી

    एक दिन पहले

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગર કેમ્પસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ-૫ થી કોલેજ સુધીના 3,000થી વધુ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, પ્રોફેસરો અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉજવણી દરમિયાન સૂર્યનમસ્કાર, તાડાસન, વજ્રાસન, પદ્માસન જેવા વિવિધ યોગાસનોનો સામૂહિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કપાલભાતિ અને અનુલોમ-વિલોમ જેવા પ્રાણાયામ તેમજ શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ માટે ધ્યાન (મેડિટેશન) પણ કરાવવામાં આવ્યું હતું. આચાર્યશ્રીઓ અને પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને નિયમિત યોગ અપનાવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમના સમાપ્તિએ, ઉપસ્થિત સૌએ સ્વસ્થ અને સંતુલિત જીવન માટે યોગને દૈનિક જીવનનો અભિન્ન અંગ બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સમગ્ર કેમ્પસ સકારાત્મક ઊર્જાથી છલકાઈ ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પછી અધિકારીઓ દોડતા થયા:મૃતક આદિવાસી મહિલાની કરોડોની જમીન વેચવાનો કર્યો હતો પર્દાફાશ, બનાસકાંઠાના કલેક્ટરે SIT બનાવી
    Next Article
    દેવગાણાની બી.બી. શાહ હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસ:વિદ્યાર્થીઓ અને સ્ટાફે સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment