Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી જિલ્લામાં શીંગોડાની ખેતી પર સંકટ, 70% ઉત્પાદન ઘટ્યું:થાઇરોઇડ-કેન્સર સામે રક્ષણ આપતું સુપરફૂડ દુર્લભ બન્યું, ખેડૂતો અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા, સહાયની માંગ

    4 days ago

    શિયાળામાં બજારોમાં જોવા મળતા શીંગોડા પર અસ્તિત્વનું સંકટ તોળાઈ રહ્યું છે. થાઇરોઇડ અને કેન્સર સામે રક્ષણ આપતું આ સુપરફૂડ દુર્લભ બની રહ્યું છે. નવસારી જિલ્લામાં શીંગોડાનું ઉત્પાદન 70% ઘટ્યું છે, જેના કારણે ખેડૂતો અને મજૂરો મુશ્કેલીમાં મુકાયા છે. મેડિકલ સાયન્સ અને આયુર્વેદ મુજબ, શીંગોડા અદ્ભુત સુપરફૂડ છે. ડાયટિશિયન કિન્નરી શેઠના અને આયુર્વેદિક નિષ્ણાતો જણાવે છે કે, તે વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે. તે વજન નિયંત્રણ, હૃદયના સ્વાસ્થ્ય, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસમાં ફાયદાકારક છે. શીંગોડા થાઇરોઇડ કાર્યમાં મદદરૂપ થાય છે અને કેન્સર/ટ્યુમરના કોષોને વધતા અટકાવે છે. નવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીન પટેલે જણાવ્યું કે, આ ફળને બાફીને કે કાચું ખાઈ શકાય છે, અને તેના લોટમાંથી વિવિધ વાનગીઓ બને છે. આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોવા છતાં તેની ખેતી લુપ્ત થવાના આરે છે, તેથી તેને બચાવવા સહાયની માંગ છે. 35 મણમાંથી ઉત્પાદન ઘટીને માંડ 10-12 મણ થયું એક સમયે નવસારીના દર ત્રણ-ચાર ગામ વચ્ચે એક તળાવમાં શીંગોડા પાકતા હતા, જ્યારે આજે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે 42 થી 45 ગામો વચ્ચે માત્ર એક જ તળાવમાં ખેતી થાય છે. ઉત્પાદનમાં પણ 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ખેડૂત રાજેશ નરસિંહભાઈના જણાવ્યા મુજબ, બદલાતા વાતાવરણ અને ગરમીના ઊંચા તાપમાનને લીધે શીંગોડાના વેલા પર ઈયળો અને અન્ય જીવાતો પડે છે, જેથી ફૂલ બેસતા નથી અને પાક બગડી જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. ફળદ્રુપ કાદવ ન મળતાં નવો પાક લેવો અશક્ય શીંગોડાની સારો પાક લેવા માટે 5 થી 7 ફૂટ ઊંડું અને જૂનું તળાવ શ્રેષ્ઠ ગણાય છે. તળાવો વધુ ઊંડા કરી દેવાતા અને તળિયે જરૂરી ફળદ્રુપ કાદવ ન મળતાં નવો પાક લેવો અશક્ય બને છે. જે તળાવમાંથી પહેલાં 30 થી 35 મણ શીંગોડા નીકળતા હતા, ત્યાં આજે માંડ 10 થી 12 મણ ઉત્પાદન આવે છે. સ્થાનિક લોકોને પૂરતા શીંગોડા મળતા નથી અને બહારના જિલ્લાના વેપારીઓ ઊંચા ભાવે માલ ઉપાડી જાય છે. શીંગોડાનું હાર્વેસ્ટિંગ (વીણી) કરવું એ અત્યંત જોખમી કામ છે. ઊંડા પાણીમાં ઉતરીને પાક લણવા માટે ખાસ અનુભવી મજૂરોની જરૂર પડે છે. સ્થાનિક કે નવા મજૂરો આ કામ કરી શકતા નથી. અગાઉ તળાવમાં ડૂબી જવાના અનેક બનાવો બન્યા હોવાથી હવે જૂના ટેવાયેલા મજૂરો પણ જીવના જોખમે કામ કરવા તૈયાર થતા નથી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં બમણો વધારો થયો છે. સરકાર પાસે રાહત અને વીમા સુરક્ષાની માંગ અસ્તિત્વના આરે પહોંચેલી શીંગોડાની ખેતીને બચાવવા ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ તંત્ર સામે કેટલીક માંગણીઓ કરી છે. વિશેષ સહાય યોજના: પાક નિષ્ફળતા અને વાતાવરણના ફેરફારથી થતા નુકસાન સામે સરકાર દ્વારા વિશેષ આર્થિક રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવે. શ્રમિકોને વીમા સુરક્ષા: જીવના જોખમે ઊંડા પાણીમાં કામ કરતા મજૂરો માટે સરકારી સ્તરેથી અકસ્માત અને જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે. તળાવોનું સંરક્ષણ: કુદરતી તળાવોનું યોગ્ય વિતરણ અને ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે જળસંચયની યોજનાઓમાં શીંગોડાની ખેતી અનુકૂળ રહે તે મુજબનું આયોજન કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ:વાડી માલિકના પુત્રની ધરપકડ, પોક્સો હેઠળ ગુનો નોંધાયો; રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો
    Next Article
    AI Could Reshape Jobs, But Mass Unemployment Isn't Inevitable, Goldman CEO Solomon Says

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment