Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કરના અહેવાલ બાદ ફૂડ-ડ્રગ વિભાગનો કેમિસ્ટ એસો.ને પત્ર:હવેથી માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવા સપ્લાય કરનારનું લાઈસન્સ રદ થશે

    9 hours ago

    કોઈ પણ ડિગ્રી વિના લોકોના જીવને જોખમમાં મુકનારા ઊંટવૈદોને દિવ્ય ભાસ્કરે ઉઘાડા પાડ્યા હતા. સમાજના આવા દુશ્મનોને પકડવા એસઓજીએ બે વર્ષમાં 58 FIR કરી છે. પરંતુ કાયદાની છટકબારી શોધીને તેઓ રસ્તો કાઢી ફરી એ જ કૃત્યો કરે છે. હવે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ કડક વલણ દાખવી ડોકટરના પ્રમાણપત્ર વગર મેડિસિન સપ્લાય નહીં કરવા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને પત્ર લખ્યો છે. દવાઓ સપ્લાય કરનારા સ્ત્રોતોની પણ તપાસ જરૂરી શહેરમાં ગેરકાયદે ધમધમતા ક્લિનિકો સામે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કરતાં ઠગો ક્લિનિક બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. 2-3 વારની જેલ પછી પણ વેપલો ચાલુ રાખનારા આવા બોગસ ડોક્ટરોને પોલીસ શોધી રહી છે. ત્યારે સવાલ એ છે કે, તેમને દવા સપ્લાય કરનારા સ્ત્રોતોની પણ તપાસ થવી જોઈએ. સપ્લાય પહેલાં જ ચકાસણી થાય તો આ વેપલો અટકી શકે છે. જે ડોક્ટરને દવાઓ આપો તેમનો રેકોર્ડ રાખવો પડશે અધિકૃત ડિગ્રી વગર લોકોની સારવાર કરનારા સમાજના દુશ્મન છે, જેથી દવા તથા સાધનોના સપ્લાય પર જ નિયંત્રણ રાખવું જરૂરી છે. આ માટે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને પત્ર લખીને દવા સપ્લાય કરતાં પહેલાં રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનાં માન્ય ડિગ્રી સર્ટિફિકેટ મેળવી તેનો રેકોર્ડ જાળવવા સૂચના આપી છે. - શૈલેષ રામ, આસિસ્ટન્ટ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અધિકૃત પ્રેક્ટિશનરને જ દવા સપ્લાય કરવા સૂચના ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગે 26 ઓક્ટોબરે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને પત્ર લખ્યો છે, જેમાં અધિકૃત તથા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરને જ દવા સપ્લાય કરવા સૂચના આપી છે. સાથે જ દવાઓનો સપ્લાય કરતાં પહેલાં મેડિકલ પ્રેક્ટિશનરનું માન્ય ડિગ્રી સર્ટિફિકેટ મેળવી તેનો રેકોર્ડ રાખવા પણ કહેવાયું છે. ખોટી રીતે દવા સપ્લાય કરનારનું લાઇસન્સ રદ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પૂર નિયંત્રણ અને ક્લાઇમેટ રેઝિલિયન્સ મોડેલનું પ્રેઝન્ટેશન કરાયું:મ્યુ. બોન્ડની સિદ્ધિની દક્ષિણ કોરિયામાં સરાહના, 6 દેશોએ માર્ગદર્શન માગ્યું
    Next Article
    કેરળમાં આતંકી કાવતરું હતું યહૂદી ‘પ્રાર્થનાસ્થળ’ પાસે આગચંપી:હેન્ડલરના ઈશારે પોતાને સાબિત કરવા આગ લગાવી હતી, મોટા ટાર્ગેટ મળવાના હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment