Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળમાં આતંકી કાવતરું હતું યહૂદી ‘પ્રાર્થનાસ્થળ’ પાસે આગચંપી:હેન્ડલરના ઈશારે પોતાને સાબિત કરવા આગ લગાવી હતી, મોટા ટાર્ગેટ મળવાના હતા

    7 hours ago

    કેરળના કોચ્ચિમાં ઐતિહાસિક યહૂદી સિનેગોગ (પ્રાર્થનાસ્થળ)ની સામે 12 ઑક્ટોબરે થયેલી આગજનીને પોલીસે મોટા આતંકવાદી ષડયંત્રનો ભાગ ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય આરોપી એબિન પૉલે આ આગ લગાવી હતી. કોચ્ચિ શહેરના પોલીસ કમિશનર કલિરાજ મહેશ કુમારે જણાવ્યું કે 12 ઑક્ટોબરની સવારે કરવામાં આવેલો હુમલો એક “ટેસ્ટ કેસ” હતો. આરોપીને પહેલાં કોચ્ચિમાં પોતાને સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ જ કારણે પૉલે પેટ્રોલ છાંટીને આગ લગાવ્યા બાદ પોતાના મોબાઇલ પર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં મોટા હુમલાની જવાબદારી સોંપવાની યોજના હતી. કમિશનરના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હતા. એક હેન્ડલરે પૉલને ચોક્કસ કામો સોંપ્યા હતા અને તેને ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા મોકલવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે તેણે અગાઉ પણ એર્નાકુલમ જિલ્લાના મૂવાટ્ટુપુઝામાં આવી જ આગજની કરી હતી. ક્રિપ્ટોકરન્સીથી ચુકવણી, ટેલિગ્રામ પર આવી રહ્યા હતા ‘બોસ’ના નિર્દેશો કમિશનર કુમારે વધુમાં જણાવ્યું કે આરોપીને એક હેન્ડલર નિર્દેશ આપી રહ્યો હતો અને તેને ક્રિપ્ટોકરન્સી મારફતે ચુકવણી કરવામાં આવતી હતી. આરોપીને ટેલિગ્રામ પર ‘બોસ’ નામે સેવ કરાયેલા સંપર્ક પાસેથી નિર્દેશો મળતા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ ‘વિક્રમ’ નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ બંનેની ઓળખની પુષ્ટિ કરી રહી છે. આરોપીના પુણેમાં અભ્યાસ અને પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા પાસાંની પણ તપાસ થઈ રહી છે. પોલીસ જાન્યુઆરી અને માર્ચમાં બનેલી આગચંપીની અન્ય 3 ઘટનાઓ સાથે પણ આ મામલાને જોડીને તપાસ કરી રહી છે. આરોપીઓ સામે 23 ઑક્ટોબરે અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) લગાવવામાં આવ્યો હતો. આગળની તપાસ એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) કરી રહી છે. પરિવારે કહ્યું- પૉલ ડિપ્રેશનનો દર્દી છે પૉલ એર્નાકુલમ જિલ્લામાં કોલેન્ચેરી નજીક પુથેનક્રૂઝ પાસે આવેલા વદયમપડીનો રહેવાસી છે. તે ડિઝાઇન ગ્રેજ્યુએટ છે. પૉલના પરિવારના જણાવ્યા મુજબ, તે ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો અને ઘરેથી ડિઝાઇનનું કામ પણ કરતો હતો. પૉલ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. પોલીસે તેના મોબાઇલ ફોનમાંથી ફોરેન્સિક પરિણામો મેળવ્યાં છે, જેના આધારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના હેન્ડલર વિશે વધુ વિગતો જાણવા મળી છે. કમિશનરે કહ્યું- હાલમાં અમે વધુ માહિતી આપી શકતા નથી, કારણ કે મોટા આતંકવાદી કાવતરાથી જોડાયેલી માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કરના અહેવાલ બાદ ફૂડ-ડ્રગ વિભાગનો કેમિસ્ટ એસો.ને પત્ર:હવેથી માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના દવા સપ્લાય કરનારનું લાઈસન્સ રદ થશે
    Next Article
    बिहार MLC चुनाव : पटना में RJD, तिरहुत में NDA की जीत; सारण में BJP बागी राहुल राज विजयी

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment