Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાગોદર કેનાલમાં પાણી ન આવતા એરંડાનો પાક સુકાયો:ગોરાસર કેનાલ તૂટેલી, સફાઈ થતી નથી: ખેડૂત

    15 hours ago

    રાજ્ય સરકાર દ્વારા કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો છે. એક તરફ વરસાદની ખેંચ છે અને બીજી તરફ ગાગોદર-વાંઢિયા કેનાલ (ગાગોદર સબ બ્રાન્ચ)માં પાણી ન છોડાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાગોદર, ઘાણીથર, ગોરાસર, કાનમેર અને થોરિયારી સહિતના રણકાંઠાના અનેક ગામોના ખેડૂતો નર્મદાના પાણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે નર્મદા નિગમ કહે છે- પાણી ચાલુ છે ! હાલ શિયાળુ (રવિ) સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. જગતનો તાત શાખજીરું, રાયડો, વરિયાળી અને ઇસબગુલના વાવેતરની તૈયારી કરીને બેઠો છે, પરંતુ કેનાલમાં પિયત માટે પાણી જ નથી. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી માંગણી મુજબ પાણી અપાતું ન હોવાથી ખેડૂતો ચિંતિત છે. જો સત્વરે કેનાલમાં પાણી નહીં મુકાય તો ખેડૂતો પાયમાલ થઈને વધુ દેવાદાર બની જશે. કચ્છના રાજકીય આગેવાનો ખેડૂતોની વેદના સમજીને યોગ્ય રજૂઆત કરે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી છે. અધિકારીઓ ફોન નથી ઉપાડતા, 2500 હેક્ટરમાં એરંડા સુકાયા\ ગાગોદર, ઘાણીથર, કાનમેર અને જાડાવાસ વચ્ચે અંદાજે 2500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ દિવેલા (એરંડા)નું વાવેતર કર્યું છે. ગરમીનું પ્રમાણ વધુ હોવાથી પાણી વિના દિવેલાનો પાક બળી રહ્યો છે. વરસાદ ઓછો હોવાથી પાણીની સખત જરૂરિયાત છે, છતાં અત્યાર સુધી માંડ એકાદ દિવસ કેનાલમાં પાણી આવ્યું છે. જવાબદાર અધિકારીઓ ખેડૂતોને ગણકારતા નથી, સરખા જવાબ આપતા નથી અને ફોન પણ ઉપાડતા નથી. શિવાભાઈ પ્રજાપતિ અને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, જો દિવાળી પછી નર્મદા કેનાલમાંથી પિયત માટે પૂરતું પાણી આપવામાં આવે, તો આ વિસ્તારમાં અંદાજે 1500 હેક્ટરમાં શાખજીરાનું મબલખ વાવેતર થઈ શકે તેમ છે. સરકાર આ અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લે તે જરૂરી છે. ગોરાસર કેનાલ તૂટેલી, સફાઈ થતી નથી: ખેડૂત ગાગોદરના ખેડૂત નાનજીભાઈ ભલાણીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “ગોરાસર વિસ્તારના ખેડૂતોને 15 થી 20 દિવસ પહેલા માત્ર એક જ વાર કેનાલનું પાણી મળ્યું હતું. ત્યારપછી અત્યાર સુધી ગાગોદરથી આગળ પાણી પહોંચ્યું જ નથી. ગોરાસર પાસે એક-બે જગ્યાએ કેનાલ તૂટેલી છે, છતાં તંત્ર દ્વારા તેનું કોઈ રિપેરિંગ કે સફાઈ કરવામાં આવતી નથી. નર્મદા વિભાગ દ્વારા કેનાલનું મરંમત કામ કરવામાં આવે અને બાદમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય તેમ છે. રિપેરિંગ બાદ 3-4 દિવસથી પાણી ચાલુ કરાયું ખેડૂતોના આક્ષેપો અંગે નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર અરમાન સાવલિયાએ તમામ દાવાઓ નકારતા જણાવ્યું હતું કે, “કેનાલમાં પાણી ચાલુ જ છે. થોડા દિવસો પહેલા કેનાલમાં ગાબડું (ધરા) પડતાં તેના રિપેરીંગ માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું. જોકે, કામગીરી પૂર્ણ થતાં છેલ્લા 3-4 દિવસથી ગાગોદર બ્રાન્ચ કેનાલમાં ફરીથી પાણી ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો કે, સ્થાનિકોના કહેવા અનુસાર ગાગોદર-વાંઢિયા કેનાલ (ગાગોદર સબ બ્રાન્ચ)માં પાણી ન છોડાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.”
    Click here to Read More
    Previous Article
    લખપતના લકી નાલામાં ‘સમુદ્ર સીમા દર્શન’ બોટ સફર કાર્યરત:લોકોનો ધસારો વધશે ત્યારે ટ્રીપમાં વધારો કરાશે
    Next Article
    રજૂઆત:ભાવનગર PGVCLમાં ખાલી જગ્યાઓથી વહીવટી અસ્થિરતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment