Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખપતના લકી નાલામાં ‘સમુદ્ર સીમા દર્શન’ બોટ સફર કાર્યરત:લોકોનો ધસારો વધશે ત્યારે ટ્રીપમાં વધારો કરાશે

    14 hours ago

    લખપત તાલુકાના અરબ સાગર કિનારે આવેલા લક્કી નાળામાં પ્રવાસીઓ માટે વિશેષ ‘સમુદ્ર સીમા દર્શન’ બોટ બે દિવસ પહેલાં જ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ સરહદ નિહાળવા માંગતા પ્રવાસીઓની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દિવ્ય ભાસ્કરે ગત 17 તારીખના રોજ જ સચોટ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે નવરાત્રિ બાદ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ લક્કી સમુદ્રી સીમા દર્શન બોટ શરૂ કરવામાં આવશે. દિવ્ય ભાસ્કરની આ સત્ય અને સચોટ માહિતી વધુ એકવાર સાચી ઠરી છે અને બે દિવસથી બોટ રાઇડનો પ્રારંભ કરી દેવાયો છે. મળતી વિગતો મુજબ, હાલમાં દરરોજ બોટની એકથી બે ટ્રીપ કરવામાં આવે છે. સામાન્ય રીતે નવરાત્રિ પૂરી થતાં જ અને દિવાળી સુધી છેવાડાના આ તીર્થધામોમાં પ્રવાસીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ જેમ જેમ દિવાળીનો સમય નજીક આવશે તેમ તેમ પ્રવાસીઓનો મોટો ધસારો આ તરફ જોવા મળશે. દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા બોટના ફેરા (ટ્રીપ) પણ વધારવામાં આવશે, જેથી વધુને વધુ પ્રવાસીઓ દરિયાઈ સીમા દર્શનનો રોમાંચક આનંદ માણી શકશે. લક્કી સમુદ્ર સીમા દર્શન બોટનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. માત્ર કચ્છ બહારના પ્રવાસીઓ જ નહીં, પરંતુ કચ્છના લોકોમાં પણ તેનું અનેરું આકર્ષણ છે. લખપત તાલુકાના સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત નખત્રાણા, અબડાસા, ભુજ અને માંડવીના લોકો પણ ખાસ આ બોટમાં સફર કરવા માટે આવી રહ્યા છે. આગામી દિવસોમાં અહીં ભારે ભીડ રહેવાની શક્યતા છે. પ્રવાસીઓની અનુકૂળતા માટે બોટ રાઇડનું બુકિંગ સીધું લકી નાલા ખાતે જ થઈ જાય છે. આ ઉપરાંત નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે આવેલી હોટલ તોરણમાં પણ તેની માહિતી અને બુકિંગની સગવડ ઊભી કરવામાં આવી છે, જેથી દૂરથી આવતા પ્રવાસીઓ આસાનીથી બુકિંગ કરાવી શકે.
    Click here to Read More
    Previous Article
    ખનિજ વિભાગની ટીમ ખાનગી વાહનમાં પહોંચી:વિંઝાણ નદીમાં રેતી ખનન પર કાર્યવાહી, 30 લાખના મુદ્દામાલ સાથે સાધનો જપ્ત
    Next Article
    ગાગોદર કેનાલમાં પાણી ન આવતા એરંડાનો પાક સુકાયો:ગોરાસર કેનાલ તૂટેલી, સફાઈ થતી નથી: ખેડૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment