Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર સિટી-એ ડિવિઝન પોલીસે દરબારગઢ સર્કલ ખાતે વૃક્ષારોપણ કર્યું:શ્રાવણ માસ નિમિત્તે 30 વૃક્ષો વાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો

    6 hours ago

    જામનગરના ઐતિહાસિક દરબારગઢ સર્કલ ખાતે સિટી-એ ડિવિઝન પોલીસે શ્રાવણ માસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનું જતન કરવાનો હતો. આ કાર્યક્રમમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ. ડોડીયા, પીએસઆઇ વી.આર. ગામેતી અને સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓ જોડાયા હતા. તેમની સાથે દરબારગઢ સર્કલના સ્થાનિક વેપારીઓએ પણ કમ્પાઉન્ડ વિસ્તારમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપા વાવ્યા હતા. કુલ ૩૦ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા. તેમાં ૧૧ બિલિપત્ર, ૧૧ સપ્તપર્ણી, ૪ કરંજ અને ૪ પુત્રજીવકના રોપાનો સમાવેશ થાય છે. દરબારગઢ સર્કલના પરિસરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણની જાળવણી તથા રક્ષણના હેતુથી આ વૃક્ષારોપણ કરાયું હતું. ઐતિહાસિક દરબારગઢ સર્કલ ખાતે વિવિધ વૃક્ષો વાવવાથી પરિસર વધુ હરિયાળું બનશે. આનાથી શહેરના નાગરિકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. જામનગર પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની કામગીરીની સાથે પર્યાવરણ રક્ષણ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે આ પહેલ કરી છે. હાજર રહેલા લોકોએ પોલીસની આ કામગીરીને વખાણી હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીના સોમનાથ મંદિર પરિસરમાં મહિલાઓએ રાસ ગરબા રમ્યા:પાંચ દાયકાથી ચાલી રહી પરંપરા, ઉત્તર ગુજરાતના પરિવારો પણ જોડાયા
    Next Article
    संयुक्त निदेशक 3 लाख रुपये रिश्वत लेते गिरफ्तार, बिल पास कराने के लिए किया था सौदा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment