Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો 15 બેઠકો પર દબદબો:BJPની એકતરફી બહુમતી, વ્યારામાં હોમ ટાઉન હોવા છતાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી હાર્યા!

    16 hours ago

    સુરત અને તાપી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સુમુલ ડેરી) ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી-2026ના તમામ પરિણામો જાહેર થઈ ગયા છે. સહકારી ક્ષેત્રના આ સૌથી મોટા જંગમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ પ્રચંડ વિજય મેળવીને સુમુલ ડેરીમાં સ્પષ્ટ અને મજબૂત બહુમતી હાંસલ કરી લીધી છે. આ પરિણામોએ સહકારી રાજકારણમાં ભાજપના પાયા વધુ મજબૂત કર્યા છે. વિપક્ષને એક પણ બેઠક ન મળી બીજી તરફ આ ચૂંટણીમાં વિરોધ પક્ષ કોંગ્રેસ માટે ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. સહકારી સંસ્થાઓમાં પોતાનું સ્થાન જમાવવા માટે મથતી કોંગ્રેસ આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં એક પણ બેઠક મેળવી શકી નથી. ભાજપની મજબૂત વ્યુહરચના અને પાયાના નેટવર્ક સામે કોંગ્રેસ પ્રેરિત તમામ સમીકરણો નિષ્ફળ સાબિત થયા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં વિપક્ષ સાવ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. પોતાના હોમ ટાઉન વ્યારા કોંગ્રેસ નેતા ડો. તુષાર ચૌધરી પોતાના ઉમેદવાર ને જીતાવી શક્યા નથી. સમગ્ર ચૂંટણીનો સૌથી મોટો અપસેટ જોકે, ભાજપના આ પ્રચંડ વિજયની વચ્ચે પણ સૌથી મોટો રાજકીય અપસેટ અને આંચકો મહુવા તાલુકા બેઠક પરથી સામે આવ્યો છે. અપક્ષ ઉમેદવાર ધનજય પટેલ વિજયી થયા છે. આ બેઠક પર પક્ષના સત્તાવાર નિર્ણયોની સામે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુમુલ ડેરીની ચૂંટણીના આ પરિણામે ભારે ચર્ચા જગાવી છે કારણ કે અહીં એક દિગ્ગજ નેતાએ આખી સત્તાધારી પાર્ટીને એકલા હાથે પડકાર ફેંક્યો હતો. કિંગમેકર સાબિત થયા સુમુલના પૂર્વ ચેરમેન માનસિંગ પટેલ મહુવા બેઠક પર ભાજપની બાજી બગાડવામાં સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંગ પટેલ સૌથી મોટા ખેલાડી સાબિત થયા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ સંગઠન દ્વારા પૂર્વ ચેરમેન માનસિંગ પટેલને મેન્ડેડ (ટિકિટ) આપવામાં આવ્યો નહોતો. પક્ષ દ્વારા પોતાની અવગણના થતાં જ સહકારી ક્ષેત્રના આ જૂના જોગીએ મોરચો માંડ્યો હતો અને સાબિત કરી દીધું કે સ્થાનિક સ્તરે તેમનું જનસમર્થન કેટલું મજબૂત છે. આદિવાસી અવગણના સામે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો. પક્ષ દ્વારા મેન્ડેડ ન મળતા માનસિંગ પટેલે મહુવા બેઠક ઉપર પક્ષના નિર્ણય સામે બંડ પોકાર્યું હતું. સ્થાનિક સ્તરે આદિવાસી સમાજની અવગણના થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે માનસિંગ પટેલે પોતાના ખાસ આદિવાસી ઉમેદવાર ધનંજય પટેલને અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે તેની સામે સત્તાધારી પક્ષ ભાજપે સત્તાવાર રીતે જીગર નાયકની ઉમેદવારી કરાવીને આ સીટ પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધી હતી. મહુવા બેઠક પર ભાજપના ઉમેદવાર જીગર નાયકની કારમી હાર જ્યારે મહુવા બેઠકના મતોની ગણતરી થઈ ત્યારે પરિણામો ચોંકાવનારા આવ્યા હતા. માનસિંગ પટેલની સ્થાનિક પકડ અને સચોટ આયોજન સામે ભાજપના સત્તાવાર ઉમેદવાર જીગર નાયકની કારમી હાર થઈ હતી. ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ભાજપના સત્તાવાર ઉમેદવાર જીગર નાયકને માત્ર 22 મત જ મળી શક્યા હતા, જે પક્ષની અપેક્ષા કરતાં ખૂબ જ ઓછા હતા. અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલનો 33 મતો સાથે ભવ્ય વિજય બીજી તરફ પૂર્વ ચેરમેન માનસિંગ પટેલના અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલને કુલ 33 મતો મળ્યા હતા અને તેઓ ભવ્ય વિજય સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ બેઠક પર ભાજપની પેનલ તૂટી છે અને એકમાત્ર અપક્ષ ઉમેદવારે ભાજપના વિજય રથને રોકવામાં સફળતા મેળવી છે. આ પરિણામ બાદ સમગ્ર સહકારી લોબીમાં એવી ચર્ચા છે કે માનસિંગ પટેલે એકલા હાથે અપક્ષને જીતાડીને પોતાની તાકાત બતાવી દીધી છે. મતદાન પૂર્વે જ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે, સુમુલ ડેરીની આ ચૂંટણીમાં કુલ 16 બેઠકોમાંથી 7 બેઠકો પર તો મતદાનની જરૂર જ પડી નહોતી. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં જ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે 7 તાલુકા બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ તમામ 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોઈ સક્ષમ હરીફ ન રહેતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જેમાં વાલોડ, ઉચ્છલ, બારડોલી, માંગરોળ, પલસાણા, ચોર્યાસી અને કામરેજ તાલુકાનો સમાવેશ થાય છે. બાકીની 9 બેઠકો પર 1-1 વોટ માટે મચી ખરાખરી બિનહરીફ સિવાયની બાકીની 9 બેઠકો પર ભારે રસાકસીભર્યું મતદાન યોજાયું હતું. સોનગઢમાં કાંતિભાઈ ગામીતે 139 વોટ મેળવીને વિરોધી ઉમેદવારને 125 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે વ્યારા, નિઝર અને કુકરમુંડા બેઠકો પર માત્ર 1-1 વોટના પાતળા માર્જિનથી ઉમેદવારોનો વિજય થયો હતો. વ્યારામાં 45 સામે 44 મતોથી, નિઝરમાં 26 સામે 25 મતોથી અને કુકરમુંડામાં 19 સામે 18 મતોથી વિજેતા નક્કી થયા હતા. આ ચૂંટણીમાં એક પણ મત અમાન્ય થયો ન હતો. 16 બેઠકો અને વિજેતા લોકોના નામ (તાલુકા વાઇઝ) બિનહરીફ ચૂંટાયેલા 7 વિજેતા ઉમેદવારો (તમામ ભાજપ) મતદાન પ્રક્રિયા દ્વારા ચૂંટાયેલા 9 વિજેતા ઉમેદવારો
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલ ખાતે દિવ્યાંગોને શ્રવણયંત્રોનું વિતરણ કરાયું:સાંસદ ડો. જશવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી રૂપિયા 30 લાખના ઉપકરણો અપાયા
    Next Article
    જામનગરમાં અષાઢી બીજે કચ્છી રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું:બ્રાઝિલમાં પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા જોષીનું મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે વિશેષ બહુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment