Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અષાઢી બીજે કચ્છી રાજગોર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું:બ્રાઝિલમાં પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા જોષીનું મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે વિશેષ બહુમાન

    15 hours ago

    અષાઢી બીજના પાવન અવસરે જામનગરમાં કચ્છી રાજગોર બ્રહ્મ સેવા સમાજ દ્વારા સમસ્ત કચ્છી સમાજના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ અને ભોજન સમારંભનું આયોજન ખોડિયાર કોલોની વિસ્તારની કામદાર કોલોની-3 ખાતે આવેલી વાડીમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં જ્ઞાતિના નાના ધોરણથી લઈને ઉચ્ચ ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના ટ્રસ્ટીઓ અને મુખ્ય અતિથિ મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે વિદ્યાર્થીઓને સુંદર ભેટ આપી સન્માનિત કરાયા હતા.સન્માન સમારોહ દરમિયાન જ્ઞાતિની દીકરી કાવ્યા જોષીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાવ્યાએ રોટરી ક્લબ જામનગર તરફથી બ્રાઝિલ દેશનું પ્રતિનિધિત્વ કરવા બદલ મેડલ મેળવ્યો હતો. તેની આ સિદ્ધિ બદલ મેયરના હસ્તે તેનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીઓ ગં.સ્વ. પાર્વતીબેન મંગલદાસ માકાણી, લલીતભાઈ રમણીકલાલ જોષી, મિલન રમેશભાઈ બોડા, પ્રમુખ રાજેશભાઈ જટાશંકર જોષી, ઉપપ્રમુખ જગદીશભાઈ જોષી અને જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિ દ્વારા તમામ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કમલેશભાઈ મંગલદાસ માકાણીના અધ્યક્ષસ્થાને સમાજના યુવા કાર્યકરો સાવન જગદીશભાઈ જોષી, પલ્લવ રાજુભાઇ જોષી, ભાવિન મોહનલાલ ગોર સહિતના આગેવાનોની જહેમતથી થયું હતું. ભોજન સમારંભના દાતા તરીકે સ્વ. રમેશભાઈ મીઠુભાઈ બોડા પરિવારે યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપનો 15 બેઠકો પર દબદબો:BJPની એકતરફી બહુમતી, વ્યારામાં હોમ ટાઉન હોવા છતાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી હાર્યા!
    Next Article
    SC allows release of animated film Mahaprabhu Jagannath post Lord Jagannath Yatra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment