Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે ખનન-વહન કરતા એક્ષકેવેટર મશીન અને ડમ્પર ઝડપાયા:વરસામેડીમાં સાદી માટીના ગેરકાયદે ખનન પર ફ્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો

    12 hours ago

    કચ્છમાં ખનિજ ચોરી અને બેફામ ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભુજ ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી દ્વારા અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આકસ્મિક દરોડો પાડીને સાદી માટીનું ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં તંત્રએ વાહનો અને મશીનરી સહિત કુલ 70 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લાઈંગ સ્ક્વોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહને ખનિજ ચોરી અંગે મળેલી ફરિયાદોને અત્યંત ગંભીરતાથી લઈને તંત્ર દ્વારા ગુપ્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત્રે ચોક્કસ બાતમીના આધારે તપાસ ટીમ સરકારી વાહનના બદલે ખાનગી વાહન મારફતે અંજારના વરસામેડી ગામને લાગુ સીમ વિસ્તારમાં પહોંચી હતી. રાત્રિના અંધકારમાં તપાસ સ્થળે સપાટો બોલાવતા સાદી માટી ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું. ટીમે સ્થળ પરથી તાત્કાલિક એક્ષકેવેટર મશીન (માટી ખોદવા માટેનું મશીન) તથા ડમ્પરને રંગેહાથ ઝડપી પાડીને અટકાવ્યા હતા. ખાણ-ખનિજ અને ફ્લાઈંગ સ્ક્વોર્ડની ટીમે બંને વાહનોને સીઝ કરી લીધા છે અને કુલ 70 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે ખાણ-ખનિજના કાયદા અને નિયમોનુસારની આગળની દંડકીય કાર્યવાહી હાલમાં ચાલુ છે. મોડી રાત્રે થયેલી મેગા ડ્રાઈવથી ખનિજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    બજરંગ દળ, કોળી સેના સહિતનાં સંગઠનોનો ગોડાઉનના અધિકારીઓ સામે વિરોધ:મહુવામાં સરકારી અનાજના ગોડાઉન નજીક ગાયોને ભગાડવા માટે ઇલેક્ટ્રિક શોક અપાયો
    Next Article
    ખનિજ વિભાગની ટીમ ખાનગી વાહનમાં પહોંચી:વિંઝાણ નદીમાં રેતી ખનન પર કાર્યવાહી, 30 લાખના મુદ્દામાલ સાથે સાધનો જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment