Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બજરંગ દળ, કોળી સેના સહિતનાં સંગઠનોનો ગોડાઉનના અધિકારીઓ સામે વિરોધ:મહુવામાં સરકારી અનાજના ગોડાઉન નજીક ગાયોને ભગાડવા માટે ઇલેક્ટ્રિક શોક અપાયો

    11 hours ago

    મહુવામાં નૂતનનગર નજીક આવેલા સરકારી અનાજના ગોડાઉનની આસપાસ રખડતી ગાયો ગોડાઉનમાં પ્રવેશી ન જાય તે માટે તેમને ઇલેક્ટ્રિક સ્ટિક વડે શોક આપીને ભગાડવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. ગાયોને ઇલેક્ટ્રિક શોક આપવાના આ કૃત્યના વિરોધમાં બજરંગ દળ, કોળી સેના સહિતનાં સંગઠનોએ ગોડાઉનના અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ગાયોને ઇલેક્ટ્રિક શોક આપનાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન મહુવા ટાઉન પોલીસે અંદાજે ત્રણ વ્યક્તિઓની અટકાયત કર્યા બાદ તેમને મુક્ત કર્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહુવાના નૂતનનગર નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ભાવેશભાઈ કાંતિભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ટ્રાન્સપોર્ટની ઓફિસની સામે સરકારી અનાજનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનમાં રખડતાં પશુઓ પ્રવેશી ન જાય તે માટે ગોડાઉનના કર્મચારીએ એક ગાયને ઇલેક્ટ્રિક સ્ટિક વડે શોક આપ્યો હતો. શોક લાગતાં ગાય ગભરાઈને દોડવા લાગી હતી. આ ઘટના ધ્યાને આવતાં ભાવેશભાઈએ બજરંગ દળ, કોળી સેના સહિતનાં સંગઠનોને જાણ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સંગઠનના સભ્યોએ ગોડાઉનના અધિકારીઓ સમક્ષ આ અમાનવીય કૃત્ય અંગે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, અધિકારીઓ તરફથી યોગ્ય જવાબ ન મળતાં સંગઠનોના સભ્યો મહુવા ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગાયોને ઇલેક્ટ્રિક શોક આપનાર અજાણ્યા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ ઇલેક્ટ્રિક સ્ટિક કબજે કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આઠ દિવસમાં અનેક ગાયો બીમાર પડી હોવાનો દાવો કોળી સેનાના ભાવેશભાઈ કાંતિભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસ દરમિયાન સરકારી અનાજના ગોડાઉનના કર્મચારીઓ દ્વારા અનેક ગાયો અને રખડતાં પશુઓને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. આને કારણે રખડતી ગાયોમાં ભયનો માહોલ ફેલાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી સરકારી અનાજના ગોડાઉનની આસપાસ ઇલેક્ટ્રિક શોક લાગેલી ગાયોમાં હાંફ ચડવો, બેભાન થઈ જવું સહિતની તકલીફો જોવા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ ઘટનાને પગલે ગાયોને ઇલેક્ટ્રિક શોક આપવાની પદ્ધતિ સામે પશુપ્રેમીઓ અને સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રિસર્ચ:કચરામાંથી હરિત ઊર્જા ઉત્પન્ન કરતી ‘બાયો બેટરી’નો શ્રેષ્ઠ કૃતિમાં સમાવેશ
    Next Article
    ગેરકાયદે ખનન-વહન કરતા એક્ષકેવેટર મશીન અને ડમ્પર ઝડપાયા:વરસામેડીમાં સાદી માટીના ગેરકાયદે ખનન પર ફ્લાઈંગ સ્ક્વોર્ડનો સપાટો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment