Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિસર્ચ:કચરામાંથી હરિત ઊર્જા ઉત્પન્ન કરતી ‘બાયો બેટરી’નો શ્રેષ્ઠ કૃતિમાં સમાવેશ

    10 hours ago

    ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2026-27 અંતર્ગત શહેર કક્ષાએ યોજાયેલા પ્રદર્શનમાં સરદારનગર સ્થિત સ્વામિનારાયણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ’ વિભાગ અંતર્ગત ‘બાયો બેટરી’નું વૈજ્ઞાનિક મોડેલ રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને પ્રદર્શિત કરતું આ મોડેલ શ્રેષ્ઠ કૃતિમાં સ્થાન પામ્યું હતું. આ સિદ્ધિથી શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદ તથા ગૌરવની લાગણી પ્રસરી છે. આ પ્રસંગે શાળઆના સંચાલક કે.પી. સ્વામી અને શાળાના આચાર્ય ધર્મભાઈ પટેલે વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવી હતી. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓની આ સફળતાને બિરદાવવામાં આવી હતી. 100 % ઇકો-ફ્રેન્ડલી અને બિનઝેરી એવી આ બેટરીમાં કેડમિયમ, લીડ કે હાનિકારક એસિડ જેવા કોઈપણ પ્રકારના ઝેરી રસાયણોનો ઉપયોગ થતો નથી, જેનાથી તે પ્રકૃતિ માટે સંપૂર્ણપણે સલામત બને છે। સામાન્ય કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકશે સુલભ અને સરળતાથી ઉપલબ્ધ ઈંધણ વાળી આ બેટરીમાં આ ટેક્નોલોજી ઘરગથ્થુ અને સામાન્ય ચીજો પર પણ કાર્યક્ષમ રહે છે। તે ખાંડ, ગોળ, ફળોના રસ તેમજ રસોડાના સામાન્ય કચરામાંથી પણ ઊર્જા ઉત્પન્ન કરવામાં સક્ષમ છે। બાયોડિગ્રેડેબલ કચરાનો ઉપયોગ કર્યા બાદ તેનો કચરો કુદરતી રીતે વિઘટન પામે છે અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતો નથી. મેડિકલ ઉપકરણોમાં ઉપયોગી થઈ શકશે પરંપરાગત લિથિયમ બેટરીઓની સરખામણીમાં બાયો-બેટરી સામાન્ય તાપમાને પણ અકસ્માતના કોઈપણ ભય વગર અત્યંત સુરક્ષિત રીતે કામ કરે છે। ભવિષ્યમાં આ ટેક્નોલોજી પેસમેકર જેવા જીવનરક્ષક મેડિકલ ઉપકરણો તેમજ વેસ્ટવોટર શુદ્ધિકરણ પ્લાન્ટમાં મોટા પાયે ઉપયોગી સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    કુદરતી ખેતી અને એરંડાના પાકમાં રોગ નિયંત્રણ અંગે સમજ અપાઈ:આણંદસર અને ધાણેટીના ખેડૂતોને જમીન પરીક્ષણ અને પાક સંરક્ષણની સમજ અપાઈ
    Next Article
    બજરંગ દળ, કોળી સેના સહિતનાં સંગઠનોનો ગોડાઉનના અધિકારીઓ સામે વિરોધ:મહુવામાં સરકારી અનાજના ગોડાઉન નજીક ગાયોને ભગાડવા માટે ઇલેક્ટ્રિક શોક અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment