Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુદરતી ખેતી અને એરંડાના પાકમાં રોગ નિયંત્રણ અંગે સમજ અપાઈ:આણંદસર અને ધાણેટીના ખેડૂતોને જમીન પરીક્ષણ અને પાક સંરક્ષણની સમજ અપાઈ

    10 hours ago

    ICAR-સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કુકમા દ્વારા આણંદસર અને ધાણેટી ગામે ‘ખેત બચાવો અભિયાન’ યોજાયું હતું. જેમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા, જમીન પરીક્ષણ, સંતુલિત ખાતરનો ઉપયોગ, કુદરતી ખેતી અને પાક સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું હતું. KVK કુકમાના વડા ડો. ચંચીલા કુમારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અવિનાશ બોચલિયાએ જમીન પરીક્ષણ, સંકલિત પોષક તત્ત્વ વ્યવસ્થાપન અને કુદરતી ખેતીના મહત્ત્વ અંગે સમજ આપી હતી. તેમણે રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને જમીનની જૈવિક પ્રવૃત્તિ સુધારવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ એરંડાના GCH-8 પાકના ફ્રન્ટલાઇન ડેમોન્સ્ટ્રેશનની મુલાકાત લીધી હતી. આ તકે પાકની વૃદ્ધિ, ઉત્પાદન ક્ષમતા, રોગનાં પ્રારંભિક લક્ષણોની ઓળખ અને નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું હતું. અભિયાનના અંતે જમીન પરીક્ષણ આધારિત ખાતર વ્યવસ્થાપન અને સમયસર રોગ નિદાન દ્વારા ખેતીની ઉત્પાદકતા તથા નફાકારકતા વધારવાનો સંદેશ અપાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર એ.સી.બી.એ ઓડિયો સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા:‘બાડા’નો પ્લાનિંગ આસિસ્ટન્ટ ખેડૂત પાસેથી 9 લાખની લાંચ લેતાં પકડાયો
    Next Article
    રિસર્ચ:કચરામાંથી હરિત ઊર્જા ઉત્પન્ન કરતી ‘બાયો બેટરી’નો શ્રેષ્ઠ કૃતિમાં સમાવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment