Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ:કંડલા પોર્ટ પર ઝેરી કેમિકલનો દરિયામાં નિકાલ અટકાવાયો

    8 hours ago

    દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના ટ્રાફિક મેનેજર કાર્યાલય દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ આદેશ પોર્ટ વિસ્તાર તેમજ જહાજો પર ફ્યુમિગેશન બાદ ખાલી રહી જતા ઝેરી કેમિકલના ડબ્બા, દવાનો બાકી રહેલો કચરો અને ક્વારન્ટાઇન વેસ્ટના સુરક્ષિત એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે બહાર પાડવામાં આવ્યો છે. પોર્ટ ઓથોરિટીના ધ્યાને આવ્યું હતું કે આયાતી કૃષિ પેદાશો અને લાકડા પર વપરાતા અત્યંત ઝેરી એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના અવશેષોને જહાજના ડેક પર ખુલ્લામાં છોડી દેવાતા હતા અથવા સીધા દરિયામાં ફેંકી દેવામાં આવતા હતા. આ જોખમી પ્રવૃત્તિના કારણે પોર્ટ પર અગ્નિ અકસ્માત, ક્રૂ મેમ્બર્સ તથા પોર્ટ યુઝર્સના સ્વાસ્થ્યને જોખમ, પર્યાવરણીય પ્રદૂષણ અને દરિયાઈ જીવસૃષ્ટિને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે DPA એ પોર્ટ વિસ્તારની અંદર જ ઝેરી કચરો અને ખાલી ડબ્બા સંગ્રહ કરવા એક કંપનીને વિશેષ કલેક્શન ચેમ્બર્સ ઊભા કરવાની મંજૂરી આપી દીધી છે. હવેથી તમામ શિપિંગ એજન્ટોએ આયાતી માલસામાન ધરાવતા જહાજો પરથી કચરાનો સુરક્ષિત નિકાલ માન્ય એક્રેડિટેડ ફ્યુમિગેશન ઓપરેટર મારફતે NSPM-12/22 ના નિયમો મુજબ કરવાનો રહેશે. આ ઉપરાંત, પોર્ટ પરિસરમાં કામ કરતી તમામ ફ્યુમિગેશન એજન્સીઓ પાસે DPA નું અધિકૃત મંજૂરીપત્ર હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ફ્યુમિગેશન કામગીરી કરતા તમામ ટેકનિશિયનો પાસે કેન્દ્ર કે રાજ્ય સરકાર માન્ય તાલીમ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. AFO માટે 15 દિવસની તાલીમ અને લેખિત/મૌખિક/પ્રાયોગિક પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે, જ્યારે ફીલ્ડ આસિસ્ટન્ટ્સે માત્ર માન્ય AFO ના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ જ કામ કરવાનું રહેશે. આ નવો પરિપત્ર અગાઉના તમામ સર્ક્યુલરોનું સ્થાન લેશે. પોર્ટ સિક્યુરિટી અને દરિયાઈ ઇકોસિસ્ટમ માટે જરૂરી કંડલા બંદર દેશનું અતિ મહત્વનું પોર્ટ છે, જ્યાં મોટી માત્રામાં ટિમ્બર અને એગ્રી-કોમોડિટી આયાત થાય છે. અગાઉ ફ્યુમિગેશન બાદ વધતો ઝેરી કચરો દરિયામાં પધરાવી દેવાતો હતો, જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામતી હતી અને પોર્ટ પર આગ લાગવાનું સતત જોખમ રહેતું હતું. DPA ના આ નવા આદેશથી હવે બિનઅધિકૃત અને અનિષ્ણાત લોકો દ્વારા થતી જોખમી કામગીરી અટકશે અને માન્ય કલેક્શન ચેમ્બર્સના ઉપયોગથી પોર્ટની સુરક્ષામાં મોટો સુધારો થશે. શું છે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને NSPM-12/22? : સ્વાસ્થ્ય માટે જોખમી દીન દયાળ પોર્ટ ઓથોરીટી (ડીપીએ) કંડલા દ્વારા સ્પષ્ટ લખાયું છે કે કેટલાક કિસ્સાઓમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડથી ટ્રીટ કરાયેલી વસ્તુઓમાંથી નીકળતા ફ્યુમિગેશનના અવશેષોનો દરિયામાં ફેંકી દેવામાં આવી હતી. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ: આ એક અત્યંત ઝેરી કીટાણુનાશક રસાયણ છે, જેનો ઉપયોગ અનાજ અને લાકડામાં લાગતી જીવાત નાબૂદ કરવા થાય છે. તેનો અયોગ્ય નિકાલ આગ લાગવાનું અને જાનલેવા સ્વાસ્થ્ય જોખમ ઊભું કરે છે. NSPM-12/22 નિયમો: તે નેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ફાઇટોસેનિટરી મેઝર્સ (NSPM) ના નિર્ધારિત ધોરણો છે. આ નિયમો મુજબ જહાજ પરથી કચરાનો સત્તાવાર રીતે નિકાલ કરવાનો રહે છે અને ફ્યુમિગેશન ઓપરેટરોએ 15 દિવસની વિશેષ તાલીમ મેળવવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    અંજારમાં પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાવાનો પ્રયાસ:કંડલા મરિન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    ભાવનગર એ.સી.બી.એ ઓડિયો સહિતના મહત્વના પુરાવા કબજે કર્યા:‘બાડા’નો પ્લાનિંગ આસિસ્ટન્ટ ખેડૂત પાસેથી 9 લાખની લાંચ લેતાં પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment