Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંજારમાં પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાવાનો પ્રયાસ:કંડલા મરિન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ

    7 hours ago

    કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અંકિત ચૌધરીએ અંજાર સ્થિત પોતાના નિવાસસ્થાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોમવારે રાત્રી દરમિયાન બનેલા આપઘાતના પ્રયાસના આ બનાવથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસકર્મી અંકિત ચૌધરીએ પોતાના ઘરે પંખા સાથે ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબિયત પર નજર રાખીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જોકે, તેમણે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અંકબંધ છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત 15 ઓક્ટોબરના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભીમાસર(ભુ) વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 63 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રેડ બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા કડક પગલાં લેતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ એલસીબી પીઆઈની પણ બદલી કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અંકિત ચૌધરી પણ એલસીબી શાખામાં ફરજ બજાવતા હતા જેમણે તે વખતે હેડક્વાર્ટર ખાતે મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની નિયુક્તિ કંડલા મરીન પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી. હાલ આ બનાવ અંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે કે આ પગલાં પાછળનું અસલી કારણ શું હતું.
    Click here to Read More
    Previous Article
    Aaj ka Panchang 28 October 2026: कार्तिक कृष्ण पक्ष की तृतीया तिथि आज, नोट करें शुभ मुहूर्त, राहुकाल और पंचांग
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:કંડલા પોર્ટ પર ઝેરી કેમિકલનો દરિયામાં નિકાલ અટકાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment