Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સોની કલમો દૂર કરવા મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને રજૂઆત:શાળાઓમાં વાલીઓના પ્રવેશના પરિપત્ર સામે વાલી મંડળનો વિરોધ

    9 hours ago

    રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં વાલીઓના પ્રવેશ અંગે બહાર પાડેલા પરિપત્ર સામે ગુજરાત વાલી એકતા મંડળે વિરોધ નોંધાવ્યો છે. પરિપત્રમાં પોક્સો કાયદાની કલમનો ઉલ્લેખ દૂર કરવા અને નિયમોની પુનઃસમીક્ષાની માગ સાથે મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. ગાંધીનગરમાં શિક્ષણમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિઓની બેઠક થઈ શકી નહોતી, તેમને બુધવારે આવવાનું જણાવતાં નારાજગી ફેલાઈ હતી. મંડળે પરિપત્રમાં તત્કાલ સુધારો નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે. રાજ્યની શાળાઓમાં વાલીઓના પ્રવેશ બાબતે રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્રને પગલે વિવાદ ઊભો થયો છે. ગુજરાત વાલી એકતા મંડળે પરિપત્રમાં પોક્સો કાયદાની કલમના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવી તેને દૂર કરવાની માગ કરી છે. આ ઉપરાંત, નિયમની પુનઃસમીક્ષા માટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી છે. મંડળના જણાવ્યા મુજબ, બાળકોની સુરક્ષા જરૂરી છે, પરંતુ તેની સાથે વાલીઓના અધિકાર અને શાળાઓમાં પારદર્શિતા જળવાય તે પણ એટલું જ મહત્ત્વનું છે. વાલીઓને પોતાના બાળકના અભ્યાસ, શૈક્ષણિક પ્રગતિ, વર્તન અને શાળા પરિસરની સુરક્ષા અંગે માહિતી મેળવવાનો અધિકાર છે. શિસ્તના નામે વાલીઓની મુલાકાત કે ફરિયાદની તક મર્યાદિત ન થવી જોઈએ. શાળામાં કોઈ અયોગ્ય ઘટના બને તો વાલીઓ તત્કાલ સંબંધિત અધિકારી સુધી પહોંચી શકે તેવી ફરિયાદ નિવારણ વ્યવસ્થા હોવી જોઈએ. પરિપત્ર અંગે રૂબરૂ રજૂઆત માટે ગાંધીનગર ગયેલા મંડળના પ્રતિનિધિઓની શિક્ષણમંત્રી સાથે બેઠક થઈ શકી નહોતી. તેમને બુધવારે ફરી આવવા જણાવતાં પ્રતિનિધિઓમાં નારાજગી જોવા મળી હતી. મંડળે જણાવ્યું છે કે નિયમિત ફી ભરતા વાલીઓને ગુનેગારની જેમ જોવાને બદલે તેમની રજૂઆતને સાંભળવી જોઈએ. પરિપત્રમાં પોક્સો જેવી ગંભીર કાયદાકીય જોગવાઈના ઉલ્લેખથી વાલીઓમાં ભય અને અસંતોષ ઊભો થયાનો દાવો મંડળે કર્યો છે. જો પરિપત્રમાં તત્કાલ સુધારો કરી વિવાદાસ્પદ જોગવાઈઓ દૂર નહીં કરાય, તો વાલીઓના હિતના રક્ષણ માટે રાજ્યભરમાં વિરોધ આંદોલન કરવાની ચીમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પૂર્વે દસ્તાવેજ માટે ધસારો:સ્લોટ ન વધારાતા વેઇટિંગની સ્થિતિ
    Next Article
    તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા:જનસેવા સહિતની કચેરીઓ ખસેડી પણ લોકોને જાણ કરવાનું ભૂલાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment