Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા:જનસેવા સહિતની કચેરીઓ ખસેડી પણ લોકોને જાણ કરવાનું ભૂલાયું

    8 hours ago

    ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષોથી કાર્યરત જનસેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીને પાછળના ભાગે આવેલા નવનિર્મિત તાલુકા સેવા સદનમાં ખસેડી છે. જોકે, કચેરીઓના સ્થળાંતર અંગે નાગરિકોને યોગ્ય રીતે જાણ નહીં કરાતાં વહીવટી તંત્રના આયોજન સામે સવાલો ઊભા થયા છે. સરકારી કામ માટે જૂના સ્થળે પહોંચે ત્યારે અરજદારોને કચેરી નવી બિલ્ડિંગમાં ખસેડાયાની જાણ થતાં ધક્કા પડી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો વધુ પરેશાન થાય છે. ગાંધીનગર ઉપરાંત તાલુકાનાં વિવિધ ગામમાંથી રોજ મોટી સંખ્યામાં લોકો આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર, નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ, જમીનના 7/12 અને 8-અના ઉતારા સહિતનાં સરકારી કામ માટે કલેક્ટર કચેરી આવતા હોય છે. અત્યાર સુધી આ પૈકીની અનેક સેવા માટે નાગરિકો જૂની કચેરીના જનસેવા કેન્દ્ર અને સંબંધિત કચેરીનો સંપર્ક કરતા હતા. પણ હવે આ કચેરીઓ તાલુકા સેવા સદનમાં ખસેડાતાં જૂના સ્થળે અરજદારોની અવરજવરમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. કચેરીઓ ખસેડવાનું કામ તો પૂર્ણ કરી દેવાયું છે, પણ નવી જગાની જાણકારી લોકો સુધી ન પહોંચાડતા અવ્યવસ્થા ઊભી થયાની ફરિયાદ ઊઠી છે. જેથી, રોજિંદા કામ માટે જૂની કચેરીએ જતા અરજદારોને ત્યાંથી નવી કચેરી શોધવી પડે છે. જૂની કચેરીએ પહોંચ્યા પછી નવી કચેરીની જાણ થતા લોકોને કામકાજ શરૂ કરતાં પહેલાં જ વધારાની દોડધામ કરવી પડે છે.
    Click here to Read More
    Previous Article
    પોક્સોની કલમો દૂર કરવા મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને રજૂઆત:શાળાઓમાં વાલીઓના પ્રવેશના પરિપત્ર સામે વાલી મંડળનો વિરોધ
    Next Article
    રાયસણ, કુડાસણ, સરગાસણમાં મનપાએ કરેલી કાર્યવાહી:પાણીનાં ગેરકાયદે 16 જોડાણ કાપી નખાયાં અને 61ને નોટિસ ફટકારાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment