Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પૂર્વે દસ્તાવેજ માટે ધસારો:સ્લોટ ન વધારાતા વેઇટિંગની સ્થિતિ

    10 hours ago

    ગાંધીનગરમાં દિવાળી પૂર્વે મકાન, ફ્લેટ અને જમીન ખરીદી દસ્તાવેજ નોંધણીની તૈયારી કરતા લોકોને આ વર્ષે ટોકન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તહેવાર નજીક હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દૈનિક સ્લોટની સંખ્યા ન વધારાતાં ઓનલાઇન પોર્ટલ પર આગોતરા બુકિંગના સ્લોટ ભરાઈ ગયા છે. જેથી, મિલકતના સોદા પૂર્ણ કરી દસ્તાવેજ નોંધણી કરાવવા માગતા નાગરિકો અને વકીલો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો સારા દિવસનું મુહૂર્ત જોઇ તે દિવસે દસ્તાવેજ કરાવવા માગે છે પણ તે દિવસના ટોકન મળતા નથી. દિવાળી, ધનતેરસ અને બેસતા વર્ષ જેવા શુભ પ્રસંગે નવી મિલકત ખરીદી તેની કાયદેસર નોંધણી કરાવવી પરિવારો માટે મહત્ત્વ ધરાવે છે. આ દિવસોમાં મિલકતની ખરીદીના સોદા વધતા હોવાથી દર વર્ષે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ધસારો જોવા મળે છે. અરજદારોને સમયસર ટોકન મળી રહે અને નોંધણીનું કામ સરળતાથી થઈ શકે તે માટે તહેવારોને ધ્યાને રાખી સ્લોટમાં વધારો કરાતો હોય છે. જોકે, ચાલુ વર્ષે દિવાળી નજીક હોવા છતાં હજુ સુધી આવી વ્યવસ્થા કરાઇ ન હોવાની ફરિયાદ ઊઠી છે. હાલ ઓનલાઇન પોર્ટલ પર આગોતરા સ્લોટ ઉપલબ્ધ ન થતાં વકીલો અને પક્ષકારો દસ્તાવેજ નોંધણી માટે સમય મેળવવા પરેશાન થઈ રહ્યા છે. મિલકતની ખરીદી માટે નાણાકીય વ્યવહાર અને તૈયારી પૂર્ણ કરી ચૂકેલા લોકો માટે નોંધણીનો સમય મેળવવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરી શુભ મુહૂર્તમાં દસ્તાવેજનું આયોજન કરનારાની મુશ્કેલી વધી છે. સમયસર સ્લોટ ન મળે તો સોદાની નોંધણી દિવાળી પહેલાં થઈ શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિને પગલે ગાંધીનગર વકીલ મંડળે સંબંધિત સત્તાવાળાને રજૂઆત કરી છે. મંડળે ગાંધીનગર ઝોન-1-2 અને-3ની તમામ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં દૈનિક સ્લોટ અને ટોકન સંખ્યા વધારવાની માગ કરી છે. દિવાળી પહેલાં મિલકત નોંધણી માટે અરજદારોની વધતી જરૂરિયાતને ધ્યાને રાખી વધારાની વ્યવસ્થા ઊભી કરાય તો લોકોને સમયસર દસ્તાવેજ કરાવવામાં રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વર્ગખંડની બહાર શિક્ષણનો અનુભવ: 25 બાળકોની 551 કિમી સાઈકલ યાત્રા 11 દિવસ બાદ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિ. પહોંચી
    Next Article
    પોક્સોની કલમો દૂર કરવા મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને રજૂઆત:શાળાઓમાં વાલીઓના પ્રવેશના પરિપત્ર સામે વાલી મંડળનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment