Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વર્ગખંડની બહાર શિક્ષણનો અનુભવ: 25 બાળકોની 551 કિમી સાઈકલ યાત્રા 11 દિવસ બાદ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિ. પહોંચી

    11 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગરથી શરૂ થયેલી ‘પેડલ પર પાઠશાળા’ સાયકલ યાત્રાનું 11 દિવસ બાદ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે સમાપન થયું હતું. ઘૂમલી સ્થિત તપોવન વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ યાત્રા દરમિયાન 551 કિમીનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ ગામો અને શહેરોમાં 25 જનજાગૃતિ કાર્યક્રમો યોજીને શિક્ષણ, વ્યસનમુક્તિ, પર્યાવરણની જાળવણી અને સામાજિક જવાબદારી અંગે લોકોને જાગૃત કર્યા હતા. આ યાત્રામાં વિદ્યાર્થીઓએ દરરોજ સવારે સાઈકલ પર 50થી 60 કિમીનું અંતર કાપ્યું હતું. દિવસ દરમિયાન અભ્યાસ અને જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ રાત્રિના રોકાણ દરમિયાન જે તે ગામના લોકો સાથે સંવાદ કર્યો હતો. આ ઉપરાંત નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રજૂઆતો દ્વારા સામાજિક પ્રશ્નો અંગે લોકોને સમજ આપવાનો પ્રયાસ કર્યો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ઓર્ગેનિક ખેતી, આરોગ્ય અને તંદુરસ્ત જીવનશૈલી, શિક્ષણનું મહત્ત્વ, સંયુક્ત કુટુંબવ્યવસ્થા, પર્યાવરણની જાળવણી અને પાણીના યોગ્ય ઉપયોગ જેવા વિષયો પર કાર્યક્રમો યોજ્યા હતા,‘પેડલ પર પાઠશાળા’નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વ્યવહારુ અનુભવ દ્વારા શિક્ષણ આપવાનો હતો. બરડા ડુંગરથી ગાંધીનગર સુધીની 551 કિમીની આ યાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સામાજિક જવાબદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ‘પેડલ પર પાઠશાળા’ અભિયાનમાં વિદ્યાર્થીઓએ પ્રવાસને શિક્ષણ સાથે જોડીને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અધૂરાં કામ મુદ્દે પૂછવા ગયેલી યુવતી-ભાઈ સાથે ગાળાગાળી કરી:રિનોવેશન મુદ્દે કોન્ટ્રાક્ટર અને તેના પરિવારે યુવતીને માર માર્યો
    Next Article
    દિવાળી પૂર્વે દસ્તાવેજ માટે ધસારો:સ્લોટ ન વધારાતા વેઇટિંગની સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment