Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધૂરાં કામ મુદ્દે પૂછવા ગયેલી યુવતી-ભાઈ સાથે ગાળાગાળી કરી:રિનોવેશન મુદ્દે કોન્ટ્રાક્ટર અને તેના પરિવારે યુવતીને માર માર્યો

    12 hours ago

    ગાંધીનગરમાં ઘરનું રીનોવેશન કામ અધૂરું મૂકી ફોન બ્લોક કરનાર કોન્ટ્રાક્ટરના ઘરે પૂછપરછ કરવા ગયેલી યુવતી અને તેના ભાઈ પર કોન્ટ્રાક્ટર, તેના પરિવાર અને સિક્યુરિટી ગાર્ડે હુમલો કરી માર માર્યાની ઘટના સામે આવી છે. દીક્ષાના પિતાજીએ માર્ચ 2025માં અમિયાપુરની સીમમાં આવેલ અક્ષર એફોર્ડમાં રહેતા તુલસીરામ કટારિયાને રૂ.15.51 લાખમાં ઘરના રીનોવેશનનું કામ સોંપ્યું હતું. જોકે, છેલ્લા છ મહિનાથી તુલસીરામે કામ અધૂરું છોડી દીધું હતું. દીક્ષા અને તેના પરિવારે અવારનવાર ફોન કરી કામ પૂરું કરવા વિનંતી કરી, પણ કોન્ટ્રાક્ટર બહાનાં બતાવતો અને પછી તેણે તમામના મોબાઈલ નંબર બ્લોક કરી દીધા હતા. આથી સોમવારે બપોરે દીક્ષા અને તેનો ભાઈ અભય કોન્ટ્રાક્ટર તુલસીભાઈના ઘરે અક્ષર એફોર્ડ સોસાયટીમાં ગયા હતા. જ્યાં અભય સોસાયટીના ગેટ પાસે ઊભો રહ્યો અને દીક્ષાએ તુલસીભાઈના ઘરે જઈ ડોરબેલ વગાડ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા તુલસીભાઈએ દીક્ષા સાથે ગાળાગાળી કરી, તેના વાળ ખેંચી, ઝાપટ અને ધક્કો મારી નીચે પાડી દીધી હતી. કોન્ટ્રાક્ટરના વધુ મારમાંથી બચવા દીક્ષા ભાગીને સોસાયટીના ગેટ પાસે પહોંચી ત્યારે ત્યાં હાજર તુલસીભાઈના પુત્ર ધવલભાઈ, તેની પત્ની અને સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે પણ દીક્ષા તથા ભાઈ અભય સાથે ગાળાગાળી કરી મારપીટ કરી હતી. બનાવને પગલે ત્યાંના લોકો એકઠા થયા હતાં અને દીક્ષાએ 112 નંબર પર ફોન કરતા પીસીઆર વાન આવી હતી, જે બાદ બંને પક્ષને અડાલજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લાયસન્સ વગર જાહેરમાં ફટાકડાનું વેચાણ : જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ઉલાળીયો
    Next Article
    સિટી એન્કર:વર્ગખંડની બહાર શિક્ષણનો અનુભવ: 25 બાળકોની 551 કિમી સાઈકલ યાત્રા 11 દિવસ બાદ ગાંધીનગરની ચિલ્ડ્રન્સ યુનિ. પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment