Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લાયસન્સ વગર જાહેરમાં ફટાકડાનું વેચાણ : જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ખુલ્લેઆમ ઉલાળીયો

    1 day ago

    પોરબંદરમાં દિવાળીના તહેવારને લઈ જાહેરમાં ફટાકડાના વેચાણ માટે નિયમો અને લાયસન્સની જોગવાઈ હોવા છતાં એસટી રોડથી માણેક ચોક સુધી અનેક સ્થળોએ ફટાકડાનું વેચાણ થતું હોવાની સ્થિતિ સામે આવી છે. રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં લારીઓ પર ગોઠવાયેલા ફટાકડાના જથ્થા આગ જેવી ગંભીર દુર્ઘટનાને નોતરી શકે છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. લારીધારકો પ્રત્યેની કથિત હમદર્દી વચ્ચે નાગરિકોની સુરક્ષા જોખમાય નહીં તે માટે તંત્રની જવાબદારી હવે કસોટી પર છે. દીપોત્સવના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોરબંદરવાસીઓના માથે એક અત્યંત ગંભીર અને ભયાનક ખતરો તોળાઈ રહ્યો છે. શહેરમાં કોઈ મોટી હોનારત સર્જાય અને હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેની રાહ જોતું હોય તેમ તંત્રની આંખ આડા કાનની નીતિ વચ્ચે મુખ્ય માર્ગો પર આડેધડ ફટાકડાની લારીઓ ખડકી દેવામાં આવી છે. સ્થિતિ એવી છે કે એસટી રોડ, છાંયા, જ્યુબેલી પુલ, માણેક ચોક અને એમજી રોડ જેવા અત્યંત ગીચ વિસ્તારોમાં નિયમોને નેવે મૂકીને ગેરકાયદે, એટલે કે, લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.ડી. મિયાત્રા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ લાયસન્સ વગર જાહેરમાં ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય. પરંતુ શહેરમાં લાયસન્સ વિના જાહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં જ ફટાકડાઓનું વેચાણ થઈ રહ્યું છે. તંત્રની લારીધારકો પ્રત્યેની અતિશય હમદર્દી કે આંખમિંચામણી આખરે આખા શહેર માટે ઘાતક સાબિત થઈ શકે છે. 3 રેડ એલર્ટ મુદ્દા શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવે છે? દિવાળીના આનંદમાં કોઈ માતમ ન છવાય તે માટે વહીવટી તંત્ર અને પાલિકા તેમજ પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની હમદર્દી કે દબાણમાં આવ્યા વગર તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરીને ફટાકડાની લારીઓને ચોપાટી મેદાન જેવા સુરક્ષિત સ્થળે ખસેડવી અનિવાર્ય બની છે..
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ:નલ સે જલ યોજના છતા ટેન્કર માટે 8 લાખ માંગ્યા ! તાલુકા પંચાયતે 16માં નાણાપંચ હેઠળના કામોની યાદીમાં તમામ રકમનો આંકડો સરખો
    Next Article
    અધૂરાં કામ મુદ્દે પૂછવા ગયેલી યુવતી-ભાઈ સાથે ગાળાગાળી કરી:રિનોવેશન મુદ્દે કોન્ટ્રાક્ટર અને તેના પરિવારે યુવતીને માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment