Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલે 8 કલાકમાં જ લેબનોન સાથેનું યુદ્ધવિરામ તોડ્યું:ડ્રોન એટેકમાં 16 લોકોનાં મોત; નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે

    1 day ago

    ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે શુક્રવારે યુદ્ધવિરામ પર સહમતિ બની હતી. તેના 8 કલાક પછી જ ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર હવાઈ હુમલા કર્યા. અલ જઝીરા અનુસાર, ઇઝરાયલી સેનાએ ડ્રોન અને તોપો વડે નબાહિતે વિસ્તારમાં હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા. ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઇઝરાયલ તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરશે નહીં. તેમણે કહ્યું કે ઇઝરાયલ ગાઝા અને લેબનોનમાં તેના સૈન્ય અભિયાન ચાલુ રાખશે. બીજી તરફ, CNN અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પછી આગળની શરતો પર વાતચીત માટે વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ શનિવારે સ્વિટ્ઝર્લેન્ડ રવાના થઈ ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ આ વાતચીતમાં સામેલ થઈ શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પણ આ વાતચીત માટે આજે સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી શકે છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ઈરાન-અમેરિકા વાટાઘાટો ટળી: અમેરિકા અને ઈરાન વચ્ચે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી પ્રથમ ઔપચારિક વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, લેબનોનમાં સતત ઈઝરાયલી હુમલાઓને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદ પ્રવર્તી રહ્યા છે. જોકે, CNN એ એક અમેરિકી અધિકારીને ટાંકીને જણાવ્યું કે ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સ્વિટ્ઝર્લેન્ડ માટે રવાના થઈ ગયા છે. 2. લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં 47 લોકોનાં મોત: લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દક્ષિણ લેબનોન અને બેકા ઘાટીમાં શુક્રવારે મોડી રાતથી થયેલા ઇઝરાયલી હવાઈ હુમલામાં 47 લોકો માર્યા ગયા અને 97 ઘાયલ થયા. 2 માર્ચથી અત્યાર સુધી મૃત્યુઆંક 3,980 પર પહોંચી ગયો છે. 3. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર વધી: અમેરિકા-ઈરાન કરાર પછી 18 જૂને 25 વેપારી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા. આ એપ્રિલ પછી એક દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. જોકે, 500થી વધુ જહાજો અને 11 હજાર નાવિકો હજુ પણ ખાડીમાં ફસાયેલા છે. 4. ટ્રમ્પ બોલ્યા- ઈરાનને એક પણ પૈસો નહીં મળે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા મજબૂરીમાં વાતચીતની મેજ પર આવ્યું નથી, પરંતુ ઈરાન પોતે આવ્યું છે. તેમણે કહ્યું કે આગામી 60 દિવસ સુધી ઈરાનને અમેરિકા પાસેથી એક પણ પૈસો નહીં મળે. 5. પાકિસ્તાની PM એ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ પ્રાદેશિક શાંતિ અને આગામી તબક્કાની વાતચીતને રાજદ્વારી અને સંવાદ દ્વારા આગળ વધારવા પર ભાર મૂક્યો. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    ઉમરઝાઈ આઉટ, પ્રિન્સને વિકેટ મળી:કેપ્ટન શાહિદીની ફિફ્ટી, ભારત સામે ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાનનો સ્કોર 178/5
    Next Article
    હિંગળાજનગરના 70 ઝુપડાં હટાવવા પર રોક:અમીનમાર્ગ પર મનપાની TP શાખાએ દબાણ દૂર કરવા નોટિસ આપી, મેયરે કહ્યું - ચોમાસાને લીધે હાલ ડિમોલેશન નહીં થાય

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment