Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી:ભાયલા બ્રિજ પર 112 અને ફાયર ટીમે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાની નહીં

    19 hours ago

    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ભાયલા બ્રિજ નજીક એક ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી હતી. આ ઘટના રાજકોટથી અમદાવાદ તરફ જવાના માર્ગ પર બની હતી. આગની જાણ થતાં જ કેરાળા બ્રિજની 112 પીસીઆર વાન તરત ઘટનાસ્થળે પહોંચી હતી. 112ની ટીમે એલબી ફાયર ટીમને બોલાવી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ કામગીરી દરમિયાન એચ.સી. રાજેશભાઈ ભીખાભાઈ, 112 પાયલોટ ધરમભાઈ અને જી.આર.ડી. શક્તિભાઈ સહિતની પોલીસ ટીમ હાજર હતી. પોલીસે ટ્રાફિકને અસર ન થાય તે માટે વાહનવ્યવહારને ડાયવર્ટ કર્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય બનાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નક્ષત્ર અને બ્રહ્માંડના મહત્વને દર્શાવતી ગરબીઓ તૈયાર:નવરાત્રિ પૂર્વે વડોદરાના પ્રજાપતિ સમાજે આકર્ષક ગરબીઓનું નિર્માણ કર્યું, માત્ર ભારત નહીં વિદેશમાં પણ બોલબાલા
    Next Article
    ક્લાસમાં ઘૂરતા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી, શિક્ષકે ધમકાવતા વિદ્યાર્થી મારવા દોડ્યો:એક ફ્રેન્ડને મારીને બેભાન કરી, બીજીની સાઇકલ તોડી; અમદાવાદની સ્કૂલે લઘુમતી સમાજના સગીરને એલસી આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment