Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નક્ષત્ર અને બ્રહ્માંડના મહત્વને દર્શાવતી ગરબીઓ તૈયાર:નવરાત્રિ પૂર્વે વડોદરાના પ્રજાપતિ સમાજે આકર્ષક ગરબીઓનું નિર્માણ કર્યું, માત્ર ભારત નહીં વિદેશમાં પણ બોલબાલા

    19 hours ago

    વડોદરામાં નવરાત્રિના પાવન પર્વ પૂર્વે ધાર્મિક આસ્થા અને પરંપરાગત કલાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. સાંસ્કૃતિક નગરી વડોદરા સમગ્ર દેશ અને વિદેશમાં તેના ભવ્ય, સુરીલા તથા સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતા ગરબા મહોત્સવ માટે પ્રખ્યાત છે. આ વર્ષે પણ નવરાત્રિ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે બજારોમાં માટીમાંથી બનાવવામાં આવેલી મનમોહક અને વિશિષ્ટ ડિઝાઈનની ગરબીઓનું ભારે આકર્ષણ જામ્યું છે. બજારમાં ઉપલબ્ધ ગરબીઓ માત્ર સુશોભન કે ઉત્સવનું સાધન નથી, પરંતુ તેમાં ધાર્મિક અને વૈદિક સંદર્ભો વણાયેલા છે. 27 નક્ષત્ર, ચાર વેદ અને 108 બ્રહ્માંડના ધાર્મિક મહત્વને પ્રદર્શિત કરતી સંરચનાઓ નવરાત્રિમાં ગરબીનું વિશેષ મહત્વ હોય છે. આમ તો હાલમાં મોટા ગરબા આયોજનોમાં ગરબી હવે સાઈડમાં ધકેલાઈ ગઈ છે અગાઉના વર્ષોમાં શ્રદ્ધાળુઓ ગરીબીની આસપાસ જ ગરબા રમતા હતા. હાલમાં વડોદરામાં માટીના કારીગરો દ્વારા ગરબી બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને 27 નક્ષત્ર, ચાર વેદ અને 108 બ્રહ્માંડના ધાર્મિક મહત્વને પ્રદર્શિત કરતી સંરચનાઓ સાથે માટીની ગરબીઓ કંડારવામાં આવી રહી છે. માટીના ગરબામાં કરવામાં આવેલા વિશેષ છિદ્રો અને તેની અંદર પ્રગટાવવામાં આવતો દીવો એ દર્શાવે છે કે મનુષ્યનું શરીર એક ગરબો (ઘડો) છે અને તેની અંદર રહેલો આત્મા એ અખંડ જ્યોત સમાન છે. આવી આત્મિક સંકલ્પના ધરાવતી ગરબીઓ ખરીદવા માટે અત્યારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહિલાઓ માટે રોજગારીનું અને સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ માધ્યમ માટીની ગરબીઓની નિર્માણ પ્રક્રિયા માત્ર ધાર્મિક માન્યતાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે સ્થાનિક મહિલાઓ માટે રોજગારીનું અને સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ માધ્યમ પણ બની છે. નવરાત્રિ પહેલા શરૂ થતી આ મોસમી પ્રવૃત્તિમાં ગરબીઓને આકાર આપવા, તેને સુશોભિત કરવા, વિવિધ રંગપૂરણી કરવા તથા આભલા અને મોતીથી શણગારવાની કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ અનેક મહિલાઓ સ્વાવલંબી બની રહી છે અને પોતાના પરિવારને આર્થિક રીતે સહાયરૂપ થઈ રહી છે. વડોદરાની ગરીબીની વિદેશમાં પણ બોલબાલા વડોદરામાં કાળજીપૂર્વક તૈયાર કરાયેલી આ પરંપરાગત ગરબીઓની માંગ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વિદેશમાં વસતા NRI ગુજરાતીઓ અને ભારતીયોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિદેશથી નવરાત્રિ રમવા આવતા ખેલૈયાઓ અને જગદંબાના ભક્તો માટે વડોદરાની માટીની ગરબીઓ હંમેશાં શ્રેષ્ઠ આકર્ષણનું કેન્દ્ર રહી છે. ભલે આજના સમયમાં મોટા મંડપો અને શાનદાર ગરબા મહોત્સવોનું ચલણ વધ્યું હોય, છતાં માટીની આ નાની ગરબીઓનું ધાર્મિક અને ભક્તિમય મૂલ્ય આજે પણ એટલું જ અકબંધ રહ્યું છે. સમગ્ર રીતે જોવામાં આવે તો વડોદરામાં નવરાત્રિનો આ ઉત્સવ ધાર્મિક આસ્થા, પ્રાચીન કલા-સંસ્કૃતિની જાળવણી અને મહિલા રોજગારીનો ત્રિવેણી સંગમ બનીને ઉભરી રહ્યો છે, જે સંસ્કારી નગરીની ઓળખને વધુ ઉજ્જવળ બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહણ વિફરી, ચાર લોકોને લોહીલુહાણ કર્યા:રાત્રે બાઈક પર જતાં બે યુવક પર ત્રાટકી, સવારે કપાસમાંથી આવી ખેડૂત પર બે વખત હુમલો કર્યો
    Next Article
    રાજકોટ-અમદાવાદ હાઈવે પર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી:ભાયલા બ્રિજ પર 112 અને ફાયર ટીમે કાબૂ મેળવ્યો, કોઈ જાનહાની નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment