Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સિંહણ વિફરી, ચાર લોકોને લોહીલુહાણ કર્યા:રાત્રે બાઈક પર જતાં બે યુવક પર ત્રાટકી, સવારે કપાસમાંથી આવી ખેડૂત પર બે વખત હુમલો કર્યો

    19 hours ago

    અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક સિંહણે આતંક મચાવ્યો છે. ગતરાત્રે પાંચમનો પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કરી દીધો હતો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો થતાં અત્યાર સુધીમાં કુલ 4 લોકો સિંહણનો ભોગ બન્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વનવિભાગનો મોટો કાફલો અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ઘટનાની ગંભીરતા દાખવી વનવિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાઇક પર જતાં બે યુવકો પર રાત્રે હુમલો થયો 1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અર્જુનસુખ ગામ પાંચેમમાં પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અર્જુનસુખ ગામથી અર્જુનસુખ પાટિયા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા ગાડી નીચે પડી ગઈ હતી. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે સીમ વિસ્તારમાં વધુ બે લોકો પર હુમલો મોડીરાતની ઘટના બાદ અરજણસુખની સીમમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાતથી જ સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહ્યો છે. સિંહણના સગડ મળી આવ્યા હોવાથી તેને પકડવા માટે ડોક્ટરોની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ સિંહણને પકડવાની કામગીરી ચાલી રહીઃ રાજન જાદવ ભાસ્કર સાથેની ટેલીફોનિક વાચતીતમાં વન વિભાગના ACF રાજન જાદવે કહ્યું કે, આ સમાચાર રાતે મળ્યા એટલે તાત્કાલિક અમારી ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિંહણના સગડ પણ છે. આખી રાત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    SIR પ્રક્રિયા પરેશાન કરનારી, સમગ્ર વ્યવસ્થાને વેરવિખેર કરી:બોમ્બે હાઈકોર્ટની ચૂંટણી પંચને ફટકાર, કોર્ટે કહ્યું- કાયદા મુજબ કામ થાય, સોફ્ટવેર મુજબ નહીં
    Next Article
    નક્ષત્ર અને બ્રહ્માંડના મહત્વને દર્શાવતી ગરબીઓ તૈયાર:નવરાત્રિ પૂર્વે વડોદરાના પ્રજાપતિ સમાજે આકર્ષક ગરબીઓનું નિર્માણ કર્યું, માત્ર ભારત નહીં વિદેશમાં પણ બોલબાલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment