Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીનો જન્મ થતાં પતિએ પત્નીને માર માર્યો:રાજકોટમાં બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મોત, ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના ખેલ

    12 hours ago

    રાજકોટમાં માવતરે રહેતી પરણીતાએ પતિ સહિતના સાસરિયાંઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીનો જન્મ થતાં સાસરીયાઓને ગમ્યું ન હતું અને તેથી પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે હું બીજી લઈ આવીશ તારે જતું રહેવું હોય તો જતી રહેજે. જ્યારે અન્ય બનાવમાં રૈયા ડમ્પિંગ સાઈડ પાસે બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું તો ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના શખ્સોએ રેસ્ટોરન્ટ સંચાલકને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. શહેરના રેલનગરના ક્રિષ્નાપાર્કમાં માવતરના ઘરે રિસામણે રહેતી 34 વર્ષીય પાયલબેને નવસારીમાં રહેતા પતિ રવિ ભઠેજા, સસરા લાલચંદભાઈ અને સાસુ મીનાબેન સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.સાસુ-સસરા દ્વારા કાનભંભેરણી કરી નાની-નાની બાબતોમાં ઝઘડા કરાવવામાં આવતા હતા. પોતાની દીકરીના જન્મ પર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને પતિ દ્વારા ઢીકાપાટુનો માર મારીને છૂટાછેડા આપવાની ધમકી આપવામાં આવતી હતી. રૈયા ડમ્પિંગ સાઈડ પાસે બાઈક સ્લીપ થતા બજાજ ફાયનાન્સના કર્મચારીનું મૃત્યુ શહેરમાં વહેલી સવારે શિતલ પાર્ક વિસ્તારમાં રહેતા અને બજાજ ફાયનાન્સમાં નોકરી કરતા 28 વર્ષીય જતિન પ્રફુલભાઈ જાનીનું અકસ્માતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જતિનભાઈ પોતાનું બાઈક લઈને જામનગર રોડ તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રૈયા ડમ્પિંગ સાઈડ પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જવાથી રસ્તા પર પડેલા પથ્થર માથામાં વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લીધે તેનું મૃત્યુ થયું હતું. તેઓ માતા-પિતાના એકના એક પુત્ર હોવાથી પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે. વિરાણી અઘાટમાં સીડી પરથી પડી જવાથી 7 વર્ષીય માસૂમ બાળકીનું સારવાર દરમિયાન મોત વિરાણી અઘાટના કારખાનાની ઓરડીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક રામબાબુ મહતોની 7 વર્ષીય પુત્રી પિન્કીનું સીડી પરથી પડી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. બાળકી ઘર પાસે રમતી વખતે અચાનક સીડી પરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ભક્તિનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ડિકેટર બાબતે ઉશ્કેરાયેલા કાર ચાલકે કારખાનેદાર અને કર્મચારીને બેટ વડે ફટકાર્યા ખોખડદડ ગામે રહેતા અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વૃંદાવન પ્રોસેસ નામનું કારખાનું ચલાવતા સાગરભાઈ ખુંટ (ઉં.વ. 32) પર કાર ચાલકે બેટ વડે હુમલો કર્યો હતો.હરિધવા રોડ પર બાઇક સાઈડમાં કાપવા બાબતે ઇન્ડિકેટર આપવા કહેતા GJ-03-PD-7801 નંબરની ફ્રોન્ક્સ કારના ચાલક વિક્રમ રબારીએ ઉશ્કેરાઈને કારમાંથી ક્રિકેટ બેટ કાઢી કારખાનેદાર તથા વિડીયો ઉતારી રહેલા કર્મચારી અજયભાઈને માર માર્યો હતો અને 25 હજાર રૂપિયાની કિંમતનો સેમસંગ એસ-23 મોબાઈલ તોડી નાખ્યો હતો. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના શખ્સોએ રેસ્ટોરન્ટ સંચાલકને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ન્યુ થોરાળા વિસ્તારમાં રહેતા અને ગંજીવાડાના નાકા પાસે રેસ્ટોરન્ટ ચલાવતા જુસબભાઈ ઉર્ફે જુસો ઘુઘાને કુખ્યાત ઓડિયા ગેંગના શખ્સોએ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગુનાની અદાવત રાખી અવેશ ઉર્ફે અવલો ઓડિયા અને અબ્દુલ દલે રેસ્ટોરન્ટ સંચાલક તથા તેના મિત્રને ફોન કરી ગાળો આપી અને ભેગા થતા જ ફાયરિંગ કરવાની ધમકી આપી હતી. થોરાળા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જામીન રદ્દ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોતાની રિક્ષાની ચેસીસ તૂટી ગઈ તો અન્યની રીક્ષા ચોરી ચુનારાવાડ ચોક પાસેથી ચોરાઉ રિક્ષા સાથે મચ્છોનગરમાં રહેતા મહેશ ઉર્ફે બાદશાહ ગુણવંત જાદવાણી (ઉં.વ.25) ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.આરોપીની પોતાની રિક્ષાની ચેસીસ તૂટી ગઈ હોય અને રિપેરિંગના પૈસા ન હોવાથી તેણે કોટેચા ચોક પાસેથી રિક્ષા ચોરી કરી હતી. તે રિક્ષામાંથી ચેસીસ કાઢી પોતાની રિક્ષામાં ફિટ કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો તે પૂર્વે જ પોલીસે રૂ.12 હજારની કિંમતની ચોરાઉ રિક્ષા કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કાલાવડ રોડ પર મજૂરીના પૈસા બાબતે ઝઘડો થતા કેટરર્સ મજૂર પર પથ્થર અને પાઇપ વડે હુમલો કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્કમાં રહેતા રાકેશભાઈ ખેતરીયા (ઉં.વ.32) પર કાલાવડ રોડ પર બે શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. રાકેશભાઈ કેટરર્સમાં મજૂરી કામ કરતા હોય અગાઉ કામ કર્યાના બાકી નીકળતા પૈસા બાબતે નરેન્દ્ર અને ધવલ નામના શખ્સો તેમને બળજબરીથી મોટા મવા પુલ નીચે લઈ ગયા હતા અને પથ્થર તથા પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    22 કોચવાળી આધુનિક 'અમૃત ભારત' રેક સાથે દોડશે ટ્રેનો:પશ્ચિમ રેલવેએ 3 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો લંબાવી, તહેવારોમાં UP - બિહાર જતા મુસાફરોને રાહત
    Next Article
    દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વરસાદની આગાહી:29 અને 30 ઓક્ટોબરે અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા, 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment