Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વરસાદની આગાહી:29 અને 30 ઓક્ટોબરે અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા, 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

    12 hours ago

    હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની વિદાય થયા બાદ હવે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 29 અને 30 ઓક્ટોબરના રોજ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખેડૂતો દ્વારા ખેતરોમાં અત્યારે વાવણી શરૂ કરવામાં આવતી હોવાથી કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી, ભાવનગર, નવસારી સહિતના જિલ્લામાં વરસાદ અત્યારે હાલ વાતાવરણમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે. આ બંને સિસ્ટમની અસરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. જેના કારણે આગામી 29 ઓક્ટોબરના દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા તથા નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 30 ઓક્ટોબરે અમરેલી અને ભાવનગર સહિત નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા જોકે, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી આગાહી નથી અને જેથી મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. હવામાનમાં થતા ફેરફાર અને વાતાવરણમાં ભેજની સ્થિતિને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. 48 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો: એ.કે. દાસ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ પણ મોટો બદલાવ જોવા મળશે નહીં. જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. મિનિમમ ટેમ્પરેચરમાં પણ આગામી સાત દિવસ સુધી કોઈ પણ પ્રકારનો મોટો બદલાવ જોવા મળશે નહીં. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીનો જન્મ થતાં પતિએ પત્નીને માર માર્યો:રાજકોટમાં બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મોત, ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના ખેલ
    Next Article
    પશ્ચિમ રેલવેના અધિકારી પ્રશાંત રબારી સામે EDની કાર્યવાહી:પત્નીના નામે એકઠી કરેલી ₹2.58 કરોડની અપ્રમાણસર મિલકત એટેચ;આવક કરતાં વધુ સંપત્તિ મામલે અદાલતમાં ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment