Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ રેલવેના અધિકારી પ્રશાંત રબારી સામે EDની કાર્યવાહી:પત્નીના નામે એકઠી કરેલી ₹2.58 કરોડની અપ્રમાણસર મિલકત એટેચ;આવક કરતાં વધુ સંપત્તિ મામલે અદાલતમાં ફરિયાદ દાખલ

    10 hours ago

    અમદાવાદ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પશ્ચિમ રેલવેના અધિકારી પ્રશાંત બલદેવભાઈ રબારી સામે અપ્રમાણસર સંપત્તિના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અધિકારીએ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટ પ્રથાઓ દ્વારા જાણીતા આવકના સ્ત્રોત કરતાં વધુ જંગમ અને સ્થાવર મિલકતો મેળવી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે તપાસ એજન્સીએ કાર્યવાહી સજ્જડ બનાવી છે. CBI ગાંધીનગરની FIRના આધારે તપાસ શરૂ થઈ CBI ગાંધીનગર દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવેલી FIRના આધારે ED દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે 1 જાન્યુઆરી, 2017થી 2 ફેબ્રુઆરી, 2021 સુધીના સમયગાળામાં તેમણે પોતાની નોકરી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થકી પોતાના તેમજ પત્નીના નામે અંદાજે ₹2.58 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. ₹2 કરોડથી વધુની મિલકતો કામચલાઉ એટેચ કરાઈ તપાસમાં ખુલેલી વિગતોના આધારે ED અમદાવાદે ગેરકાયદેસર કાળી કમાણીથી ખરીદવામાં આવેલી ₹2,00,44,981ની કિંમતની સ્થાવર મિલકતોને જપ્ત કરવાનો કામચલાઉ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો. સરકારી નાણાંનો દુરુપયોગ કરીને ઊભી કરાયેલી આ મિલકતો પર એજન્સીએ વિધિવત ટાંચ મારીને મિલકતો ટાંચમાં લેવાની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ભદ્ર PMLA કોર્ટમાં ફરિયાદ રજૂ કરાઈ સંપૂર્ણ આર્થિક પુરાવા અને દસ્તાવેજો એકત્રિત કર્યા બાદ ED દ્વારા અમદાવાદના ભદ્ર ખાતે આવેલા સ્પેશિયલ PMLA કોર્ટ સમક્ષ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. આવક કરતાં વધુ મિલકત અને મની લોન્ડરિંગના ગંભીર આક્ષેપો સાથે દાખલ થયેલી આ ફરિયાદ બાદ રેલવે અધિકારી પ્રશાંત રબારીની કાયદાકીય મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વરસાદની આગાહી:29 અને 30 ઓક્ટોબરે અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા, 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો
    Next Article
    બોટાદ LCBએ ગેરકાયદે ઓનલાઈન મની ગેમિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો:27 વેબસાઇટ્સ અને એપ્સ ચલાવતા બે આરોપી ઝડપાયા, 98 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment