Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 કોચવાળી આધુનિક 'અમૃત ભારત' રેક સાથે દોડશે ટ્રેનો:પશ્ચિમ રેલવેએ 3 અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો લંબાવી, તહેવારોમાં UP - બિહાર જતા મુસાફરોને રાહત

    13 hours ago

    દિવાળી અને છઠ પૂજાના મહાપર્વ નિમિત્તે ઉત્તર ભારત અને બિહાર તરફ જતા પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને કન્ફર્મ અને આરામદાયક મુસાફરી મળી રહે તે હેતુથી ટ્રેન ઓન ડિમાન્ડ હેઠળ ચાલતી 3 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોની મુદત નવેમ્બર મહિના સુધી લંબાવવામાં આવી છે. 22 કોચ ધરાવતી આધુનિક અમૃત ભારત રેક દોડાવાશે આ ખાસ ટ્રેનોમાં મુસાફરોની સુવિધા માટે 22 કોચવાળી આધુનિક 'અમૃત ભારત' રેકનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં LSLRD (02 કોચ), સામાન્ય દ્વિતીય શ્રેણીના જનરલ કોચ (LWSPP - 11 કોચ), પેન્ટ્રી કાર (LWCBPP - 01 કોચ) તેમજ સ્લીપર કોચ (LWSCNPP - 08 કોચ) સામેલ રહેશે. આધુનિક કોચ સંરચનાથી સજ્જ આ અનરિઝર્વ્ડ ટ્રેનો સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો માટે ખૂબ રાહતરૂપ સાબિત થશે. સુરત/ઉધનાથી બિહારના જયનગર માટે બે સ્પેશિયલ ટ્રેનો સુરત અને દક્ષિણ ગુજરાતમાં વસતા પરપ્રાંતીય પ્રવાસીઓ માટે ઉધનાથી બિહારના જયનગર વચ્ચે વિશેષ ફેરા લંબાવાયા છે. ટ્રેન નં. 09073/09074 (ઉધના – જયનગર – ઉધના): ઉધનાથી ટ્રેન નંબર 09073 દર રવિવારે 1 અને 8 નવેમ્બરના રોજ દોડશે. જ્યારે જયનગરથી ટ્રેન નંબર 09074 દર મંગળવારે 3 અને 10 નવેમ્બરના રોજ પરત ફરશે. ટ્રેન નં. 09071/09072 (ઉધના – જયનગર – ઉધના): આ ટ્રેન પણ ઉધનાથી રવિવારે 1 અને 8 નવેમ્બરે ઉપડશે તેમજ જયનગરથી મંગળવારે 3 અને 10 નવેમ્બરે દોડાવાશે. બંને ટ્રેનો 2-2 વધારાની ટ્રિપ્સ કરશે. મુંબઈ-બાંદ્રાથી ગોરખપુર (યુપી) રૂટ પર પણ વધારાના ફેરા ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરો માટે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વચ્ચે દોડતી વિશેષ ટ્રેનને પણ વિસ્તરણ આપવામાં આવ્યું છે. ટ્રેન નં. 09083 (બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર): બાંદ્રાથી આ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે 1 અને 8 નવેમ્બરના રોજ રવાના થશે. ટ્રેન નં. 09084 (ગોરખપુર – બાંદ્રા ટર્મિનસ): ગોરખપુરથી આ ટ્રેન દર સોમવારે 2 અને 9 નવેમ્બરના રોજ પરત બાંદ્રા માટે દોડશે. તમામ ટ્રેનો પોતાના જૂના રૂટ, સ્ટોપેજ અને સમયપત્રક મુજબ જ દોડશે. તહેવારોમાં વતન જતા પ્રવાસીઓ માટે અમૃત ભારત રેક સાથેની આ વિશેષ સેવાઓથી ભીડભાડમાં મોટી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલમાં મતદાનના તમામ રેકોર્ડ તૂટ્યા:6 કલાકમાં 55% મતદાન; નેતન્યાહૂએ મુસ્લિમ મહિલાઓની તસવીર પોસ્ટ કરીને કહ્યું- મુસ્લિમ વિસ્તારોમાં વધુ મતદાન
    Next Article
    દીકરીનો જન્મ થતાં પતિએ પત્નીને માર માર્યો:રાજકોટમાં બાઈક સ્લીપ થતા આશાસ્પદ યુવાનનું મોત, ગુજસીટોકમાંથી છૂટેલી ઓડિયા ગેંગના ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment