Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરનાર આરોપી ઝડપાયો:'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ રાજસ્થાનના ડુંગરપુરથી સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે પકડ્યો

    8 hours ago

    સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરનાર આરોપી દીપેશ ભંવરલાલ ડબગરને રાજસ્થાનના ડુંગરપુરથી પકડ્યો છે. તે ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી કરાઈ. હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવાની ટીમે તપાસ કરી. આ કેસ 30 જૂન, 2026ના રોજ હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ આર્થિક લાભ માટે ખાતાં ખોલાવી બેંક વિગતો, એટીએમ કાર્ડ અને સિમકાર્ડ મેળવતા હતા. આ ખાતાંનો ઉપયોગ ઓનલાઇન છેતરપિંડીના નાણાંની હેરાફેરી માટે થતો હતો. સોશિયલ મીડિયા દ્વારા દેશના વિવિધ રાજ્યોના નાગરિકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરાઈ હતી. NCCRP પોર્ટલ પર કુલ 73 ફરિયાદો નોંધાઈ હતી. છેતરપિંડીથી મેળવેલા કુલ 5,04,36,296 રૂપિયામાંથી 31,99,430 રૂપિયા આરોપીઓ સાથે સંકળાયેલા બેંક ખાતાંમાં જમા થયા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે રાજસ્થાન પહોંચીને દીપેશ ભંવરલાલ ડબગરને પકડ્યો. આ કાર્યવાહીથી ઓનલાઇન છેતરપિંડી અને મ્યુલ બેંક એકાઉન્ટ દ્વારા નાણાંની હેરાફેરીના કેસમાં પોલીસને સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    'અભિષેક, તમે શાનદાર રમ્યા, પરંતુ મારો રેકોર્ડ તૂટ્યો નથી':યુવરાજ સિંહની રમૂજી પોસ્ટ, લખ્યું- હું પણ 30 બોલમાં સદી ફટકારી શક્યો નહોતો
    Next Article
    પ્રિયાંશુ મોલિયાએ 321 રન સાથે બરોડા ક્રિકેટમાં નવો વિક્રમ રચ્યો:ક્રિકેટર ગુલ મોહમ્મદનો વર્ષ 1946નો 319 રનનો રેકોર્ડ 80 વર્ષ બાદ તૂટ્યો, મહેશ પિઠિયાની 102 રનની સદી સાથે બરોડાનો પ્રથમ ઇનિંગ્સમાં 616 રનનો સ્કોર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment