Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ફૂડ વિભાગ એક્શન મોડમાં:30 પદયાત્રી કેમ્પોમાં ધડાધડ ચેકિંગ, માઈભક્તોના ભોજનની સુરક્ષા માટે કડક આદેશ

    6 hours ago

    પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા પ્રખ્યાત ભાદરવી પૂનમના મહામેળા અન્વયે રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે. અંબાજી યાત્રાધામ તરફ જતાં માર્ગો પર પદયાત્રીઓની સેવા-સુશ્રુષા માટે અનેક સ્થળોએ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓને અપાતો આહાર શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત મળી રહે તે હેતુસર મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ વિભાગ) દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિસનગર, વડનગરથી કડી સુધીના 30 કેમ્પોનું સ્કેનિંગ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણાના ડેઝિગ્નેટેડ ઓફિસરની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા સેવા કેમ્પોની રૂબરૂ મુલાકાત લઈને સઘન તપાસ કરવામાં આવી હતી. આ ખાસ તપાસ ઝુંબેશ દરમિયાન વિસનગર, ખેરાલુ, સતલાસણા, કડી, વડનગર જેવા વિવિધ તાલુકા વિસ્તારોમાં કાર્યરત અંદાજે 30 જેટલા પદયાત્રી સેવા કેમ્પોનું સ્થળ પર પહોંચીને ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખોરાકમાં ધૂળ, માટી અને જીવજંતુ ન પડે તે માટે તકેદારી તપાસ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા સેવા કેમ્પોમાં વિતરણ કરવામાં આવતા ખાદ્ય પદાર્થોની બનાવટ, ખોરાકનો સંગ્રહ, હેન્ડલિંગ તેમજ વિતરણ વ્યવસ્થાની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક રાંધવાના સ્થળે તેમજ ખાદ્ય સામગ્રીમાં ધૂળ, માટી, જીવજંતુ કે અન્ય સંભવિત દૂષણો ન પ્રવેશે તે માટે પૂરતી સુરક્ષા, ઢાંકપિછોડો અને સ્વચ્છતા જાળવવા અંગે કેમ્પના આયોજકોને ખાસ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પીવાના શુદ્ધ પાણી અને વાસણોની સફાઈ અંગે તાકીદ ફૂડ વિભાગ દ્વારા સેવા કેમ્પના સંચાલકોને પીવાના પાણીની શુદ્ધતા, વાસણોની યોગ્ય ગરમ પાણીથી સફાઈ તેમજ કેમ્પના સ્થળે સ્થાનિક પર્યાવરણ અને આસપાસની સ્થિતિમાં સ્વચ્છતા જાળવવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખોરાકનું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ તદ્દન આરોગ્યપ્રદ અને સુરક્ષિત વાતાવરણમાં થાય તેમજ ફૂડ સેફ્ટી એક્ટના નિર્ધારિત ધોરણોનું અક્ષરસઃ પાલન થાય તે સુનિશ્ચિત કરવા સખત આદેશો અપાયા હતા. પાલડીથી ખેરાલુ હાઈવે સુધીના કેમ્પો કવર કરાયા ઉલ્લેખનીય છે કે, તપાસ હેઠળ પાલડી, હસનપુર, ઉમતા, મુંધવા, સુંધિયા, ખેરાલુ, અરઠી, ડભોડા, કેસરપુરા અને ટીંબા સહિતના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલા સેવા કેમ્પોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ચા વિતરણ કેમ્પ, મહાપ્રસાદ-ભોજન કેમ્પો તેમજ પાણીના સ્ટોલની રૂબરૂ ગુણવત્તા ચકાસવામાં આવી હતી. ફૂડ વિભાગની આ સક્રિય અને કડક કામગીરીથી અંબાજી તરફ ડગ માંડી રહેલા હજારો માઈભક્તોને સ્વચ્છ, પૌષ્ટિક અને રોગમુક્ત આહાર મળી રહેશે તેવી ખાતરી જાગી છે.
    Click here to Read More
    Previous Article
    Dadasaheb Phalke Award मिलने पर भावुक हुए Anant Nag। 72nd National Film Awards। Kevadia Gujarat
    Next Article
    મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં પહેલીવાર મૂવેબલ ક્રોસિંગનો ઉપયોગ:ક્રોસિંગમાં ટ્રેનને ગેપ-રહિત રેલ સપાટી મળશે, 320 કિમીની ઝડપે ટ્રેનની સલામતી માટે હાઈ-ટેક વ્યવસ્થા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment