Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદખેડામાં ચોથા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:છેલ્લો ફોન બહેનને કરીને કહ્યું-પતિ,સાસુ-સસરા અને નણંદ ટોર્ચર કરે છે, 15 મિનિટ બાદ મોતના સમાચાર મળ્યાં

    9 hours ago

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. શરૂઆતમાં પતિ અને સાસરિયાઓ દહેજ માંગતા હતા. જે બાદ પતિ દારૂ પીને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ 8 ઓક્ટબરે બહેનને ફોન કરી પતિ અને સાસરિયાઓના ત્રાસ અંગે જાણ કરી, 15 મિનિટમાં ફ્લેટમાં ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. આ અંગે ચાંદખેડા પોલીસે પતિ સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો છે. પિતાના ઘરેથી પૈસા લાવવા કહ્યું નવા વાડજમાં રહેતા ડાહ્યાભાઈ રાવતની 30 વર્ષીય દીકરી જયાના ચાંદખેડામાં રહેતા સુનિલ જાદવ સાથે પ્રેમ લગ્ન કરાવ્યા હતા. લગ્નના થોડા સમય બાદથી સુનિલે જયાને દેવું થયું છે કહીને પિતાના ઘરેથી બે લાખ લાવવાનું કહ્યું હતું. જયાના પિતાએ બે લાખ રૂપિયા આપ્યા પણ હતા. પૈસા આપ્યા બાદ પણ જયાનો પતિ સુનિલ, સસરા ગિરીશ જાદવ, સાસુ જશોદા અને નણંદ હિના અવારનવાર ત્રાસ આપતા હતા. પતિ દારૂ પી મારઝૂડ કરતો થોડા સમય બાદ સુનિલ દારૂના રવાડે ચઢી ગયો હતો. સુનિલ દારૂ પીને જયા સાથે મારઝૂડ કરતો હતો. જયા દારૂ પીવાથી રોકતી તો સુનિલ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. સુનિલ અને સાસરીના અન્ય લોકો જયાનો પગાર લેવા હેરાન કરતા હતા. છેલ્લો ફોન બહેનને કરી આપવીતી જણાવી 8 ઓક્ટોબરે રાતના સમયે જયાએ તેની બહેનને ફોન કરીને જાણ કરી હતી કે, તેનો પતિ, સાસુ, સાસરા અને નણંદ બહુ ટોર્ચર કરે છે. આથી બહેને તેને પિયરમાં આવી જવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં જયાનો ફોન લગતો નહતો. બાદમાં જયાના સસરાને ફોન કરતા જાણ થઈ કે, જયાએ ફલેટના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. જયાના આપઘાત મામલે પતિ, સાસુ, સસરા અને નણંદ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરમાં ખુંટીયો આડો આવતા બાઈક પરથી ફંગોળાયેલા યુવકનો જીવ ગયો:ભાયાતી જાંબુડિયા પાસે 20 વર્ષીય શ્રમિકનું મોત, બાઈકચાલક સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ ટીમે માંજલપુર ક્રિકેટ ક્લબ વડોદરા ખાતે અમદાવાદ અને વડોદરાની ટીમને માત આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment