Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશ્વિન મુશરાનની કારથી બાઇકને ટક્કર:પિતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત; ટોળાએ એક્ટરને ઘેરી લીધો, નેતાનો દાવો- 'તેની પત્ની મારા પર થૂંકી'

    18 hours ago

    'ફેશન' અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર અશ્વિન મુશરાનનો ગોવાથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભીડે તેને ઘેરી લીધો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક્ટરની કારે બાઇક સવાર પિતા-પુત્રને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ વિવાદ ઊભો થયો હતો. સામે આવેલા વીડિયોમાં એક્ટર ભીડની નારાજગી વચ્ચે દલીલ કરતો જોવા મળ્યો હતો. ત્યાં વચ્ચે બચાવ કરવા પહોંચેલા નેતાએ દાવો કર્યો છે કે, એક્ટરની પત્ની રેબેકાએ તેના પર થૂંક્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એક્ટર અશ્વિને કહ્યું છે કે, મામલાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. ઘટના કથિત રીતે મડગાંવના કુસમાન, ક્વેપેમ વિસ્તારમાં બની હતી. અકસ્માતમાં બાઇક સવાર પિતાને ગંભીર ઇજાઓ થઈ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સામે આવેલા વીડિયોમાં અશ્વિન મુશરાન અને તેની પત્ની રેબેકાને સ્થાનિક લોકો સાથે દલીલ કરતા જોઈ શકાય છે. અશ્વિન મુશરાને દિવ્ય ભાસ્કરને અકસ્માતના વીડિયો પર કહ્યું છે, ‘આ મામલો કંઈક અલગ છે. હું આ મામલે ચૂપ છું અને કંઈ કહી રહ્યો નથી કારણ કે હાલ તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હું કંઈ કહી શકતો નથી.’ એક્ટર વિરુદ્ધ ગોવાના ક્વેપમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ક્વેપમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશલ દેસાઈએ દિવ્ય ભાસ્કરને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, '15 ઓગસ્ટે બપોરે અકસ્માત થયો. અશ્વિન અને તેની પત્ની કારમાં હતાં. કાર ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. તેઓ રોંગ સાઈડથી જઈ રહ્યા હતા, ત્યારે બાઈકસવારો સાથે કાર અથડાઈ. હાલ મામલાની તપાસ ચાલુ છે.' આગળ તેમણે કહ્યું, ‘પાછળ બેઠેલા વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ છે. તેના પગમાં ફ્રેક્ચર થયું છે, જેના કારણે એક ઓપરેશન થયું છે. હાલ તે દાખલ છે.’ બાઇક સવારનું હાડકું તૂટીને કારમાં ફસાયું- નેતા સ્થાનિક નેતા અમોલ કણેકરે આરોપ લગાવ્યો છે કે અકસ્માત બાદ અભિનેતા અને તેમની પત્ની ઘાયલોની સંભાળ લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા. અમોલ કણેકરે અકસ્માત બાદ અશ્વિન મુશરાનના વર્તન પર વાંધો ઉઠાવ્યો. તેમણે ઇન ગોવા 24×7 સાથે વાત કરતા દાવો કર્યો છે કે પીડિતના હાડકાનો એક ટુકડો મુશરાનની ગાડીના ઉપર-જમણી બાજુના ટાયર ફેન્ડરમાં ફસાયેલો મળ્યો. દાવો- એક્ટરની પત્નીએ નેતા પર થૂંક્યું અમોલ કનેકરે કહ્યું કે, 'અકસ્માત પછી માફી માંગવાને બદલે અશ્વિન મુશરાન ઘટનાસ્થળે હાજર લોકો સાથે દલીલ કરવા લાગ્યો. ત્યારબાદ એક્ટર કથિત રીતે એક પાર્ટીમાં હાજરી આપવા ચાલ્યો ગયો.' નેતાનો એવો પણ આરોપ છે કે, દલીલ દરમિયાન અશ્વિન મુશરાનની પત્ની રેબેકાએ તેના પર થૂંક્યું. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રશલે થૂંકવાના દાવા પર કહ્યું છે કે, 'ઘટનાસ્થળે એક્ટર અને તેની પત્નીની સ્થાનિક લોકો સાથે દલીલ થઈ હતી. ત્યારે આ વાત કહેવામાં આવી હતી, પરંતુ એવું નથી. બંને તરફથી આક્રમકતા દર્શાવવામાં આવી હતી. આવું સામાન્ય રીતે થતું જ હોય છે. જે નેતાની વાત થઈ રહી છે, તેઓ ત્યાંના સ્થાનિક પ્રતિનિધિ હતા. તેઓ ઇજાગ્રસ્તની મદદ કરવા આવ્યા હતા. ત્યારે તેમની દલીલ થઈ ગઈ હતી.' અમોલ કનેકર અને ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું છે કે અકસ્માતમાં ભૂલ એક્ટરની જ હતી. આ મામલે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં, અશ્વિન મુશરાને પણ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ફેશન, શહેઝાદા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું અશ્વિન મુશરાન એક્ટર અને વોઇસ-ઓવર આર્ટિસ્ટ છે. તે ફિલ્મ ‘ક્વિક ગન મુરુગન’માં ડૉ. ઝેંગોના રોલથી ચર્ચામાં આવ્યો હતો. તેણે ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘ફેશન’, ‘દેશી બોયઝ’, ‘મૈં તેરા હીરો’ અને ‘શહેઝાદા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે તાજેતરમાં ‘હેપ્પી પટેલ’માં પણ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    7 મહિનામાં કંપનીઓનો AI ખર્ચ 3 ગણો વધ્યો:રેમ્પના AI ઇન્ડેક્સ મુજબ ટોપ કંપનીઓ પ્રતિ કર્મચારી 7 લાખ ખર્ચ કરી રહી છે
    Next Article
    ગુજરાત ભાજપના પ્રભારી બન્યા તરુણ ચૂગ:પંજાબી જમ્યા પછી પરિવારને ફૂડ પોઈઝનિંગ, હથિયારબંધીના જાહેરનામામાંથી પોશ વિસ્તારોને મુક્તિ,15 વર્ષની સગીરા સાથે ભુવાએ આચર્યું દુષ્કર્મ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment