Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાકાળના દર્શન કરીને પરત ફરતાં પંચમહાલનાં 6 યુવકોનાં મોત:ઉજ્જૈન હાઈવે પર રોંગ સાઈડથી આવતી ટ્રકે ઈકોને ટક્કર મારી, વાનમાં ફસાયેલાં મૃતદેહને કાચ તોડી બહાર કઢાયા

    23 hours ago

    મધ્યપ્રદેશના ધાર નજીક સર્જાયેલા એક અત્યંત દર્દનાક અને ભયાનક માર્ગ અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના 6 વ્હાલસોયા યુવાનોના અકાળે મોત નીપજ્યા છે. ઉજ્જૈન મહાકાળના દિવ્ય દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા આ મિત્રોની કારને રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારી હોનારતમાં ગોધરા અને શહેરા પંથકના છ યુવકોએ પ્રાણ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. "પાર્સલ લઈ લેજો..." - છેલ્લો ફોન બની રહ્યો કાળનો સંદેશો આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનાર ગોધરાના બહારપુરા, સ્મશાન રોડ વિસ્તારના રહીશ વિમલ મુકેશભાઈ સોલંકીના પરિવાર પર તો આભ ફાટી પડ્યું છે. અકસ્માતના થોડા કલાકો પહેલા જ સવારે વિમલે ઘરે ફોન કરીને પોતાની માસી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, "કુરિયરમાં મારું એક પાર્સલ આવ્યું છે, તે લઈ લેજો." કોઈને ખ્યાલ સુદ્ધાં નહોતો કે પોતાના પાર્સલ અંગે આપેલો આ સામાન્ય સંદેશો વિમલના જીવનનો આખરી કોલ અને પરિવાર માટે તેના અંતિમ શબ્દો બની રહેશે. થોડા જ કલાકોમાં તેના અકસ્માત અને નિધનના હૃદયદ્રાવક સમાચાર મળતા જ પરિવારજનો અને સ્વજનો સ્તબ્ધ થઈને ભાંગી પડ્યા છે. અકસ્માત બાદની 3 તસવીરો જુઓ… પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી અકસ્માત બાદ ફોરલેન પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, બાદમાં પોલીસે જામને ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે મૃતકોના પરિવારજનોને ગુજરાતમાં જાણ કરી દીધી છે. મૃતકોનું પંચનામું બનાવીને તેમને બદનાવર સિવિલ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ટ્રક રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો ગ્રામજનોના મતે, કારમાં 6 લોકો સવાર હતા. ટ્રક નંબર (GJ 39 DB 9248) બદનાવર-ઉજ્જૈન ફોરલેન પર રોંગ સાઈડથી ઉજ્જૈન તરફ જઈ રહ્યો હતો. ટ્રકમાં લોખંડનો સામાન ભરેલો હતો. જ્યારે, મારુતિ ઈકો વાન (GJ 17 CK 6134) ઉજ્જૈનથી ગુજરાત તરફ જઈ રહી હતી. આ દરમિયાન બંને વાહનો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયો હતો. કારમાં ફસાયા હતા મૃતદેહો, કાચ તોડીને બહાર કાઢ્યા રસ્તા પરથી પસાર થતા લોકોએ પોલીસને જાણ કરી. પોલીસ લગભગ 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે કારની બારીનો કાચ તોડીને અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા. ઘટનાસ્થળે પોલીસ ટીમ અને SDM પ્રિયંકા મિમરોદ પહોંચી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    Ground Report । આદિવાસીઓનો જમીનના હક માટે જંગ છેડાયો | Sagbara | Valsad | Water Fall | Ground Report
    Next Article
    સુરેન્દ્રનગર પ્રવાસે આવેલા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાની તબિયત લથડી:પાટડીના પાનવા દર્શને આવતા બ્લડપ્રેશર લો થયું, ડોકટરોએ તત્કાલ સારવાર આપી સ્વસ્થ કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment