Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયાંશુ મોલિયાએ 321 રન સાથે બરોડા ક્રિકેટમાં નવો વિક્રમ રચ્યો:ક્રિકેટર ગુલ મોહમ્મદનો વર્ષ 1946નો 319 રનનો રેકોર્ડ 80 વર્ષ બાદ તૂટ્યો, મહેશ પિઠિયાની 102 રનની સદી સાથે બરોડાનો પ્રથમ ઇનિંગ્સમાં 616 રનનો સ્કોર

    8 hours ago

    આ સીઝનની ત્રીજી રણજી ટ્રોફી મેચ રમી રહેલા બરોડાના યુવા બેટર પ્રિયાંશુ મોલિયાએ જમ્મુ-કાશ્મીર સામે અણનમ 321 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી બરોડા ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. અગાઉ બીજી મેચમાં તેમણે બિહાર સામે 132 રનની સદી ફટકારી હતી. હવે ત્રેવડી સદી સાથે તેમણે બરોડા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવવાનો વિક્રમ પોતાના નામે કર્યો છે. બરોડા ટીમના ગુલ મોહમ્મદનો 319 રનનો રેકોર્ડ 80 વર્ષ બાદ તૂટ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પ્રિયાંશુ મોલિયા સાથે ફોન પર વાત કરી તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બરોડા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લાંબા સમયથી રહેલો રેકોર્ડ તોડવા બદલ પ્રિયાંશુની પ્રશંસા કરી અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઐતિહાસિક ઇનિંગ્સ બાદ પ્રિયાંશુ મોલિયાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પ્રથમ દિવસના અંતે હું113 રને અણનમ હતો અને ટીમની 6 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ માટે મોટો સ્કોર કરવાનો અમારો પ્લાન હતો. આજે એ જ વિચાર અને માનસિકતા સાથે હું મેદાનમાં ઉતર્યો હતો. સમયાંતરે ડ્રેસિંગ રૂમમાંથી અને મારા સાથી ખેલાડીઓ તરફથી મને પ્રોત્સાહન મળતું રહ્યું. તેમના સહકાર અને વિશ્વાસના કારણે હું અણનમ 321 રનની ઇનિંગ્સ રમી શક્યો, જેનો મને ખૂબ આનંદ છે. મારા માટે, મારી ટીમ માટે અને સમગ્ર બરોડા ક્રિકેટ એસોસિએશન માટે આ ગૌરવની ક્ષણનો નિમિત્ત બનવું મારા માટે ખૂબ મોટી વાત છે. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પણ મને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમની શુભેચ્છાઓ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે અને મને આગળ વધુ સારું પ્રદર્શન કરવાની પ્રેરણા આપશે. વડોદરાના રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી મેચમાં પ્રિયાંશુએ 492 બોલનો સામનો કરી 36 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 321 રન બનાવ્યા હતા. બરોડાએ પ્રથમ ઇનિંગ્સમાં 616 રન નોંધાવ્યા હતા. મહેશ પિઠિયાએ પણ 214 બોલમાં 102 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ સાથે પ્રિયાંશુએ બરોડા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અગાઉના બે સૌથી મોટા વ્યક્તિગત સ્કોરને પાછળ છોડ્યા છે. ગુલ મોહમ્મદે 1946-47ની રણજી ટ્રોફીની ફાઇનલમાં હોલકર સામે 319 રન બનાવ્યા હતા, જ્યારે દીપક હુડ્ડાએ 2016-17માં પંજાબ સામે અણનમ 293 રન નોંધાવ્યા હતા. પ્રથમ દિવસના અંતે 113 રને અણનમ રહેલા પ્રિયાંશુએ બીજા દિવસે પણ એકાગ્રતા અને ધીરજ જાળવી રાખી હતી. તેમણે પોતાની સદીને ત્રેવડી સદીમાં ફેરવી બરોડાને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં BCCIએ પ્રિયાંશુ મોલિયાને તમિલનાડુ સામેની કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી વિજેતા ટીમ સામેની મેચ માટે Rest of India U-23 ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યા હતા. આ મેચ 1થી 4 ઑક્ટોબર દરમિયાન ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ ઉપરાંત પ્રિયાંશુએ નાની ઉંમરથી જ મોટી ઇનિંગ્સ રમવાની ક્ષમતા દર્શાવી છે. વર્ષ 2018માં વડોદરામાં રમાયેલી ડી. કે. ગાયકવાડ અંડર-14 ટુર્નામેન્ટમાં તેમણે 319 બોલમાં અણનમ 556 રન બનાવ્યા હતા. એ ઇનિંગ્સમાં તેમણે 98 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. રણજી ટ્રોફીમાં આ ઐતિહાસિક ત્રેવડી સદી સાથે પ્રિયાંશુએ ફરી એકવાર પોતાની પ્રતિભા અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમની આ સિદ્ધિ બરોડા ક્રિકેટ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરનાર આરોપી ઝડપાયો:'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ રાજસ્થાનના ડુંગરપુરથી સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે પકડ્યો
    Next Article
    Gujarat Political News | અમદાવાદમાં વ્યાસવાડીથી RTO સર્કલ સુધી ભાજપની પદયાત્રા । BJP | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment