Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકતા દિવસની ઉજવણી માટે મોટરસાઈકલ રેલી પહોંચી:જૂના રાજુવાડિયામાં, ફૂલવર્ષા સાથે ભવ્ય અને ઉષ્માભર્યુ સ્વાગત કરાયું, પશ્ચિમ બંગાળથી નોર્થની ટીમ પહોંચી

    1 day ago

    રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશને નશામુક્ત બનાવવાની નેમ સાથે ‘ફાઈટ અગેઈનસ્ટ ડ્રગ્સ’ (નશા વિરુદ્ધ જંગ) થીમ પર યોજાયેલી નેશનલ મોટરસાઈકલ રેલી-2026 નર્મદા જિલ્લામાં આવી પહોંચી હતી. આ રેલીનું જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશના યુવાનોને નશાથી દૂર રાખીને સ્વસ્થ સમાજની રચના કરવી અને દેશને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવો એ આ રેલીનો મુખ્ય હેતુ છે. ભવ્ય સ્વાગત અને પુષ્પવર્ષા જિલ્લાના પ્રવેશદ્વાર સમાન જૂના રાજુવાડિયા ગામે નર્મદા પોલીસ વિભાગ દ્વારા રેલીના સહભાગીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રેલી એકતાનગર ખાતે પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફૂલોની વર્ષા કરીને તેનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોના પોલીસ જવાનો લોકજાગૃતિના સારથિ બન્યા દેશને નશામુક્ત બનાવવાના ઉમદા હેતુથી યોજાયેલી આ રાષ્ટ્રીય રેલીમાં દેશના વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો ઉત્સાહભેર સહભાગી થયા છે. રેલીના માધ્યમથી યુવાનો અને નાગરિકોમાં નશામુક્તિ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રસ્તામાં આવતી વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ.બંગાળથી નોર્થની ટીમ આવી રેલીની સફર વિશે માહિતી આપતા સિક્કિમ પોલીસ વિભાગના અનિલકુમારે જણાવ્યું હતું કે, તેઓ 13 ઓક્ટોબરથી આ રેલીમાં જોડાયા છે. નોર્થની ટીમ પશ્ચિમ બંગાળમાં એકત્રિત થયા બાદ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાતના વિવિધ માર્ગો પરથી પ્રવાસ કરીને એકતાનગર પહોંચી છે. નશામુક્તિની પ્રતિજ્ઞા અને વિશેષ ઉપસ્થિતિ રેલીના આગમન પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને જવાનોએ દેશને નશામુક્ત બનાવવા માટેના સંકલ્પ સાથે નશામુક્તિ અંગેની પ્રતિજ્ઞા લીધી હતી અને એક સ્વસ્થ તથા સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, નાયબ પોલીસ અધિક્ષકો તેમજ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડે ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો:ત્રીજી T20માં ડેરીલ મિચેલે 89 રન બનાવ્યા; 3 ઈન્ડિયન બોલર્સને 1-1 વિકેટ મળી
    Next Article
    હાઈકોર્ટનો કેસ 3 મહિનામાં પતાવાની લાલચ આપી 5 લાખની છેતરપિંડી:મીઠાખળીમાં વકીલની ફી અને રજિસ્ટ્રીના બહાને ભાવનગરના શખસ પાસેથી રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment