Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા-દાહોદ મેમૂ ટ્રેન વધુ 3 દિવસ બંધ રહેશે:હવે 5 ઓગસ્ટ સુધી રદ રહેશે, વૈકલ્પિક ટ્રેનોનો ઉપયોગ કરવા અપીલ

    10 hours ago

    પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ગોધરા-દાહોદ મેમૂ ટ્રેનનું રદ્દીકરણ 5 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. અગાઉ આ ટ્રેન 2 ઓગસ્ટ સુધી રદ કરાઈ હતી. ઓડિશાના પુરી ખાતે યોજાઈ રહેલી રથયાત્રાને કારણે વધારાના મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે. પુરી રૂટ પર વધારાની સેવા માટે મેમૂ ટ્રેનની રેક મોકલવામાં આવી છે. ટ્રેન નંબર 69233/69234 વડોદરા–દાહોદ–વડોદરા મેમૂને શરૂઆતમાં 7 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી, એટલે કે 26 દિવસ માટે રદ કરવામાં આવી હતી. હવે પશ્ચિમ રેલવેએ આ નિર્ણયમાં ફેરફાર કરીને રદ્દીકરણની અવધિ 5 ઓગસ્ટ સુધી લંબાવી છે. આ સુધારા મુજબ, આ ટ્રેન હવે 5 ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે રદ રહેશે. આ નિર્ણયને કારણે ગોધરા, દાહોદ અને વડોદરા વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો મુસાફરોને વધુ કેટલાક દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને વૈકલ્પિક ટ્રેનોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Adidas Hyperboost Edge Review: 45mm Foam, No Plate — Is This Boost Reborn?
    Next Article
    લીમ્બી ગામેથી 9 ફૂટ લાંબો કદાવર અજગર રેસ્ક્યુ કરાયો:ઘર નજીક અજગર દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment